Psalms 20 : 1 (IRVGU)
સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; [QBR] યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો. [QBR]
Psalms 20 : 2 (IRVGU)
પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો [QBR] અને સિયોનમાંથી તને બળ આપો. [QBR]
Psalms 20 : 3 (IRVGU)
તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો [QBR] અને તારું દહનાર્પણ માન્ય કરો. [QBR]
Psalms 20 : 4 (IRVGU)
તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો [QBR] અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. [QBR]
Psalms 20 : 5 (IRVGU)
તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું [QBR] અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. [QBR] યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો. [QBR]
Psalms 20 : 6 (IRVGU)
હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; [QBR] તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની [QBR] તારકશક્તિથી તેને જવાબ આપશે. [QBR]
Psalms 20 : 7 (IRVGU)
કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, [QBR] પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું. [QBR]
Psalms 20 : 8 (IRVGU)
તેઓ નમીને પડી ગયા છે; [QBR] પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ. [QBR]
Psalms 20 : 9 (IRVGU)
હે યહોવાહ, રાજાને વિજય આપો; [QBR] જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો. [PE]

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: