ગીતશાસ્ત્ર 20 : 1 (IRVGU)
સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
ગીતશાસ્ત્ર 20 : 2 (IRVGU)
પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો.
ગીતશાસ્ત્ર 20 : 3 (IRVGU)
તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનાર્પણ માન્ય કરો.
ગીતશાસ્ત્ર 20 : 4 (IRVGU)
તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.
ગીતશાસ્ત્ર 20 : 5 (IRVGU)
તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું. યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.
ગીતશાસ્ત્ર 20 : 6 (IRVGU)
હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને જવાબ આપશે.
ગીતશાસ્ત્ર 20 : 7 (IRVGU)
કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.
ગીતશાસ્ત્ર 20 : 8 (IRVGU)
તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
ગીતશાસ્ત્ર 20 : 9 (IRVGU)
હે યહોવાહ, રાજાને વિજય આપો; જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.
❮
❯