ગીતશાસ્ત્ર 2 : 1 (IRVGU)
વિદેશીઓ શા માટે તોફાન કરે છે? અને લોકો શા માટે વ્યર્થ યોજનાઓ કરે છે?
ગીતશાસ્ત્ર 2 : 2 (IRVGU)
યહોવાહ તથા તેમના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થાય છે અને હાકેમો અંદરોઅંદર મસલત કરીને કહે છે,
ગીતશાસ્ત્ર 2 : 3 (IRVGU)
“આવો આપણે તેઓનાં બંધન તોડી પાડીએ; અને તેઓની ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ.”
ગીતશાસ્ત્ર 2 : 4 (IRVGU)
આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.
ગીતશાસ્ત્ર 2 : 5 (IRVGU)
પછી તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડીને કહેશે,
ગીતશાસ્ત્ર 2 : 6 (IRVGU)
“મારા પવિત્ર સિયોન પર્વત પર મેં મારા રાજાને અભિષિક્ત કર્યો છે.”
ગીતશાસ્ત્ર 2 : 7 (IRVGU)
હું તો એ યહોવાહના નિયમો જાહેર કરીશ. તેમણે મને કહ્યું, “તું મારો પુત્ર છે! આજે મેં તને જન્મ આપ્યો છે.
ગીતશાસ્ત્ર 2 : 8 (IRVGU)
તું મારી પાસે માગ, એટલે હું તને વારસા તરીકે રાષ્ટ્રો અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ.
ગીતશાસ્ત્ર 2 : 9 (IRVGU)
તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે; તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”
ગીતશાસ્ત્ર 2 : 10 (IRVGU)
તેથી હવે, રાજાઓ, તમે સમજો; ઓ પૃથ્વીના અધિકારીઓ, તમે શિખામણ લો.
ગીતશાસ્ત્ર 2 : 11 (IRVGU)
ભયથી યહોવાહની સેવા કરો અને કંપીને હર્ષ પામો.
ગીતશાસ્ત્ર 2 : 12 (IRVGU)
તેમના પુત્રને ચુંબન કરો, જેથી તે તમારા પર ગુસ્સે ન થાય અને તમે નાશ ન પામો કેમ કે તેમનો કોપ જલદીથી ભભૂકી ઊઠશે જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વ આશીર્વાદિત છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12