ગીતશાસ્ત્ર 19 : 1 (IRVGU)
આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે [QBR] અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે! [QBR]
ગીતશાસ્ત્ર 19 : 2 (IRVGU)
દિવસ દિવસને તેમના વિષે કહે છે; [QBR] રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 3 (IRVGU)
ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી; તેઓની વાણી સંભાળતી નથી. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 4 (IRVGU)
તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે [QBR] અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. [QBR] તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 5 (IRVGU)
સૂર્ય પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે [QBR] અને તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 6 (IRVGU)
તે આકાશને એક છેડેથી નીકળી આવે છે [QBR] અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે; [QBR] તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 7 (IRVGU)
યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; [QBR] યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 8 (IRVGU)
યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; [QBR] યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 9 (IRVGU)
યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે; [QBR] યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 10 (IRVGU)
તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; [QBR] વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 11 (IRVGU)
હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે [QBR] તેઓને પાળવામાં મોટો લાભ છે. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 12 (IRVGU)
પોતાની ભૂલો કોણ જાણી શકે? [QBR] છાના પાપથી તમે મને મુક્ત કરો. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 13 (IRVGU)
જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; [QBR] તેઓને મારા પર રાજ કરવા ન દો. [QBR] એટલે હું સંપૂર્ણ થઈશ [QBR] અને હું મહાપાપમાંથી બચી જઈશ. [QBR]
ગીતશાસ્ત્ર 19 : 14 (IRVGU)
હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર [QBR] મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો [QBR] તમારી આગળ માન્ય થાઓ. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: