ગીતશાસ્ત્ર 150 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરો. [QBR] તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; [QBR] આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 150 : 2 (IRVGU)
તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; [QBR] તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 150 : 3 (IRVGU)
રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; [QBR] સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 150 : 4 (IRVGU)
ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; [QBR] સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 150 : 5 (IRVGU)
તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; [QBR] ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 150 : 6 (IRVGU)
શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: