ગીતશાસ્ત્ર 150 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 150 : 2 (IRVGU)
તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 150 : 3 (IRVGU)
રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 150 : 4 (IRVGU)
ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 150 : 5 (IRVGU)
તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 150 : 6 (IRVGU)
શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.
❮
❯