ગીતશાસ્ત્ર 147 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.
ગીતશાસ્ત્ર 147 : 2 (IRVGU)
યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.
ગીતશાસ્ત્ર 147 : 3 (IRVGU)
હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.
ગીતશાસ્ત્ર 147 : 4 (IRVGU)
તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.
ગીતશાસ્ત્ર 147 : 5 (IRVGU)
આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી.
ગીતશાસ્ત્ર 147 : 6 (IRVGU)
યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.
ગીતશાસ્ત્ર 147 : 7 (IRVGU)
યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ.
ગીતશાસ્ત્ર 147 : 8 (IRVGU)
તે આકાશને વાદળોથી ઢાંકે છે અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે, તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
ગીતશાસ્ત્ર 147 : 9 (IRVGU)
પશુઓને તેમ જ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.
ગીતશાસ્ત્ર 147 : 10 (IRVGU)
તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી; તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી.
ગીતશાસ્ત્ર 147 : 11 (IRVGU)
જેઓ તેમનો ભય રાખે છે અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે.
ગીતશાસ્ત્ર 147 : 12 (IRVGU)
હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.
ગીતશાસ્ત્ર 147 : 13 (IRVGU)
કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે.
ગીતશાસ્ત્ર 147 : 14 (IRVGU)
તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે; સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે.
ગીતશાસ્ત્ર 147 : 15 (IRVGU)
તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.
ગીતશાસ્ત્ર 147 : 16 (IRVGU)
તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.
ગીતશાસ્ત્ર 147 : 17 (IRVGU)
રોટલીના કટકા જેવા કરા વરસાવે છે; તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
ગીતશાસ્ત્ર 147 : 18 (IRVGU)
તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.
ગીતશાસ્ત્ર 147 : 19 (IRVGU)
તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં, તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા.
ગીતશાસ્ત્ર 147 : 20 (IRVGU)
અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી; તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી. યહોવાહની સ્તુતિ થાઓ.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20