ગીતશાસ્ત્ર 142 : 1 (IRVGU)
હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; [QBR] ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું. [QBR]
ગીતશાસ્ત્ર 142 : 2 (IRVGU)
તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; [QBR] હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું. [QBR]
ગીતશાસ્ત્ર 142 : 3 (IRVGU)
જ્યારે મારો આત્મા નિર્બળ થાય છે, [QBR] ત્યારે તમે મારા માર્ગો જાણો છો. [QBR] જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ [QBR] મારે માટે પાશ સંતાડી મૂક્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 142 : 4 (IRVGU)
હું મારી જમણી બાજુએ જોઉં છું, [QBR] તો ત્યાં મારી સંભાળ લેનાર કોઈ નથી. [QBR] મારું નાસવું નિષ્ફળ ગયું છે; [QBR] મારા જીવનની સંભાળ લેનાર કોઈ નથી. [QBR]
ગીતશાસ્ત્ર 142 : 5 (IRVGU)
હે યહોવાહ, મેં તમને વિનંતિ કરીને કહ્યું, [QBR] “તમે જ મારો આશ્રય છો, [QBR] મારી જિંદગીપર્યંત તમે મારો વારસો છો. [QBR]
ગીતશાસ્ત્ર 142 : 6 (IRVGU)
મારો પોકાર સાંભળો, [QBR] કેમ કે હું બહુ દુઃખી થઈ ગયો છું; [QBR] મને સતાવનારાના હાથમાંથી છોડાવો, [QBR] કેમ કે તેઓ મારા કરતા બળવાન છે. [QBR]
ગીતશાસ્ત્ર 142 : 7 (IRVGU)
મારા આત્માને બંદીવાસમાંથી બહાર લાવો, [QBR] કે જેથી હું તમારા નામનો આભાર માની શકું. [QBR] ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે [QBR] કેમ કે તમે મારા માટે ભલા છો. [PE]

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: