ગીતશાસ્ત્ર 141 : 1 (IRVGU)
હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.
ગીતશાસ્ત્ર 141 : 2 (IRVGU)
મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.
ગીતશાસ્ત્ર 141 : 3 (IRVGU)
હે યહોવાહ, મારા મુખની ચોકી કરો અને મારા હોઠનું દ્વાર સંભાળો.
ગીતશાસ્ત્ર 141 : 4 (IRVGU)
અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
ગીતશાસ્ત્ર 141 : 5 (IRVGU)
જો કોઈ ન્યાયી માણસ મને ફટકા મારે; તો હું તે કૃપા સમજીશ. તે મને સુધારે; તો તે મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે; મારું માથું તેનો નકાર નહિ કરે. પણ દુષ્ટ લોકોનાં કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
ગીતશાસ્ત્ર 141 : 6 (IRVGU)
તેઓના ન્યાયધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; તેઓ સાંભળશે કે મારા પોતાના શબ્દો સુખદ છે.
ગીતશાસ્ત્ર 141 : 7 (IRVGU)
તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.”
ગીતશાસ્ત્ર 141 : 8 (IRVGU)
હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
ગીતશાસ્ત્ર 141 : 9 (IRVGU)
તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
ગીતશાસ્ત્ર 141 : 10 (IRVGU)
દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.

1 2 3 4 5 6 7 8 9 10