Psalms 138 : 1 (IRVGU)
હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; [QBR] હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ. [QBR]
Psalms 138 : 2 (IRVGU)
હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ [QBR] તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ. [QBR]
Psalms 138 : 3 (IRVGU)
મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; [QBR] તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે. [QBR]
Psalms 138 : 4 (IRVGU)
હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, [QBR] તેથી તેઓ તમારી સ્તુતિ કરશે. [QBR]
Psalms 138 : 5 (IRVGU)
તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, [QBR] કારણ કે યહોવાહનો મહિમા મહાન છે. [QBR]
Psalms 138 : 6 (IRVGU)
જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, [QBR] પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે. [QBR]
Psalms 138 : 7 (IRVGU)
જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; [QBR] મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો [QBR] અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે. [QBR]
Psalms 138 : 8 (IRVGU)
યહોવાહ અંત સુધી મારી સાથે છે; [QBR] હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; [QBR] તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ. [PE]

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: