ગીતશાસ્ત્ર 137 : 1 (IRVGU)
અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા.
ગીતશાસ્ત્ર 137 : 2 (IRVGU)
ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી.
ગીતશાસ્ત્ર 137 : 3 (IRVGU)
અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
ગીતશાસ્ત્ર 137 : 4 (IRVGU)
પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?
ગીતશાસ્ત્ર 137 : 5 (IRVGU)
હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.
ગીતશાસ્ત્ર 137 : 6 (IRVGU)
જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.
ગીતશાસ્ત્ર 137 : 7 (IRVGU)
હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો, તેઓએ કહ્યું, “તેના પાયાઓને, ઉખેડી નાખો, ઉખેડી નાખો.”
ગીતશાસ્ત્ર 137 : 8 (IRVGU)
હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.
ગીતશાસ્ત્ર 137 : 9 (IRVGU)
જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે.

1 2 3 4 5 6 7 8 9