ગીતશાસ્ત્ર 132 : 1 (IRVGU)
હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા [QBR] તે તેના લાભમાં સંભારો. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 2 (IRVGU)
તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, [QBR] યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 3 (IRVGU)
તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; [QBR] અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું, [QBR]
ગીતશાસ્ત્ર 132 : 4 (IRVGU)
ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું [QBR] અને મારા પલંગ પર નહિ સૂઉં. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 5 (IRVGU)
વળી મારી આંખોને ઊંઘ [QBR] અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.” [QBR]
ગીતશાસ્ત્ર 132 : 6 (IRVGU)
જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; [QBR] અમને તે યેરામના ખેતરોમાં મળ્યો. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 7 (IRVGU)
ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; [QBR] આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 8 (IRVGU)
હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 9 (IRVGU)
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; [QBR] તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 10 (IRVGU)
તમારા સેવક દાઉદની ખાતર [QBR] તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 11 (IRVGU)
યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; [QBR] “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; [QBR] તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 12 (IRVGU)
જો તારા પુત્રો મારો કરાર [QBR] અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; [QBR] તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.” [QBR]
ગીતશાસ્ત્ર 132 : 13 (IRVGU)
હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; [QBR] તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 14 (IRVGU)
આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; [QBR] હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 15 (IRVGU)
હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; [QBR] હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 16 (IRVGU)
હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; [QBR] તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 17 (IRVGU)
ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; [QBR] ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 132 : 18 (IRVGU)
તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, [QBR] પણ તેનો મુગટ પ્રકાશશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: