ગીતશાસ્ત્ર 130 : 1 (IRVGU)
હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
ગીતશાસ્ત્ર 130 : 2 (IRVGU)
હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
ગીતશાસ્ત્ર 130 : 3 (IRVGU)
હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
ગીતશાસ્ત્ર 130 : 4 (IRVGU)
પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
ગીતશાસ્ત્ર 130 : 5 (IRVGU)
હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
ગીતશાસ્ત્ર 130 : 6 (IRVGU)
સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
ગીતશાસ્ત્ર 130 : 7 (IRVGU)
હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.
ગીતશાસ્ત્ર 130 : 8 (IRVGU)
તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.

1 2 3 4 5 6 7 8