ગીતશાસ્ત્ર 13 : 1 (IRVGU)
હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો?
ગીતશાસ્ત્ર 13 : 2 (IRVGU)
આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે?
ગીતશાસ્ત્ર 13 : 3 (IRVGU)
હે યહોવાહ, મારા ઈશ્વર, ધ્યાન આપીને મને ઉત્તર આપો! મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું.
ગીતશાસ્ત્ર 13 : 4 (IRVGU)
રખેને મારો શત્રુ એમ કહે કે, “મેં તેને હરાવ્યો છે,” જેથી તે એમ પણ ન કહે કે, “મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;” નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે.
ગીતશાસ્ત્ર 13 : 5 (IRVGU)
પણ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમે કરેલા ઉદ્ધારમાં મારું હૃદય હર્ષ પામે છે.
ગીતશાસ્ત્ર 13 : 6 (IRVGU)
યહોવાહની આગળ હું ગાયન ગાઈશ, કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે.
❮
❯