ગીતશાસ્ત્ર 128 : 1 (IRVGU)
જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.
ગીતશાસ્ત્ર 128 : 2 (IRVGU)
તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.
ગીતશાસ્ત્ર 128 : 3 (IRVGU)
તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
ગીતશાસ્ત્ર 128 : 4 (IRVGU)
હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.
ગીતશાસ્ત્ર 128 : 5 (IRVGU)
યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
ગીતશાસ્ત્ર 128 : 6 (IRVGU)
તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.

1 2 3 4 5 6