ગીતશાસ્ત્ર 124 : 1 (IRVGU)
હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”
ગીતશાસ્ત્ર 124 : 2 (IRVGU)
જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,
ગીતશાસ્ત્ર 124 : 3 (IRVGU)
તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.
ગીતશાસ્ત્ર 124 : 4 (IRVGU)
પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.
ગીતશાસ્ત્ર 124 : 5 (IRVGU)
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”
ગીતશાસ્ત્ર 124 : 6 (IRVGU)
યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.
ગીતશાસ્ત્ર 124 : 7 (IRVGU)
જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.
ગીતશાસ્ત્ર 124 : 8 (IRVGU)
આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.

1 2 3 4 5 6 7 8