ગીતશાસ્ત્ર 122 : 1 (IRVGU)
જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
ગીતશાસ્ત્ર 122 : 2 (IRVGU)
હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
ગીતશાસ્ત્ર 122 : 3 (IRVGU)
યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
ગીતશાસ્ત્ર 122 : 4 (IRVGU)
ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
ગીતશાસ્ત્ર 122 : 5 (IRVGU)
કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
ગીતશાસ્ત્ર 122 : 6 (IRVGU)
યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
ગીતશાસ્ત્ર 122 : 7 (IRVGU)
તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
ગીતશાસ્ત્ર 122 : 8 (IRVGU)
મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
ગીતશાસ્ત્ર 122 : 9 (IRVGU)
આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.

1 2 3 4 5 6 7 8 9