ગીતશાસ્ત્ર 121 : 1 (IRVGU)
હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે?
ગીતશાસ્ત્ર 121 : 2 (IRVGU)
જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.
ગીતશાસ્ત્ર 121 : 3 (IRVGU)
તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
ગીતશાસ્ત્ર 121 : 4 (IRVGU)
જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
ગીતશાસ્ત્ર 121 : 5 (IRVGU)
યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
ગીતશાસ્ત્ર 121 : 6 (IRVGU)
દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.
ગીતશાસ્ત્ર 121 : 7 (IRVGU)
સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.
ગીતશાસ્ત્ર 121 : 8 (IRVGU)
હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.

1 2 3 4 5 6 7 8