ગીતશાસ્ત્ર 120 : 1 (IRVGU)
મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
ગીતશાસ્ત્ર 120 : 2 (IRVGU)
હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
ગીતશાસ્ત્ર 120 : 3 (IRVGU)
હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
ગીતશાસ્ત્ર 120 : 4 (IRVGU)
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
ગીતશાસ્ત્ર 120 : 5 (IRVGU)
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
ગીતશાસ્ત્ર 120 : 6 (IRVGU)
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
ગીતશાસ્ત્ર 120 : 7 (IRVGU)
હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
❮
❯