ગીતશાસ્ત્ર 119 : 1 (IRVGU)
જેના માર્ગો સીધા છે, [QBR] જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 2 (IRVGU)
જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, [QBR] તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 3 (IRVGU)
તેઓ અન્યાય કરતા નથી; [QBR] તેઓ તેમના માર્ગમાં ચાલે છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 4 (IRVGU)
તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે [QBR] કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 5 (IRVGU)
તમારા વિધિઓ પાળવાને માટે [QBR] મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું! [QBR]
ગીતશાસ્ત્ર 119 : 6 (IRVGU)
જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, [QBR] ત્યારે હું શરમિંદો નહિ થાઉં. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 7 (IRVGU)
જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ [QBR] ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 8 (IRVGU)
હું તમારા વિધિઓને અનુસરીશ; [QBR] મારો ત્યાગ ન કરો.   બેથ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 9 (IRVGU)
જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? [QBR] તમારા વચનો પાળવાથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 10 (IRVGU)
મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; [QBR] તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 11 (IRVGU)
મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે [QBR] કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 12 (IRVGU)
હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; [QBR] કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 13 (IRVGU)
મારા હોઠોથી હું તમારા બધા [QBR] નિયમો વિષે વાત કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 14 (IRVGU)
તમારાં સાક્ષ્યોના માર્ગમાં [QBR] મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 15 (IRVGU)
હું તમારા નિયમોનું મનન કરીશ [QBR] અને તમારા માર્ગોને અનુસરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 16 (IRVGU)
તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; [QBR] હું તમારું વચન વીસરીશ નહિ.   ગિમેલ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 17 (IRVGU)
તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું [QBR] અને તમારાં વચનો પાળું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 18 (IRVGU)
તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; [QBR] મારી આંખો ઉઘાડો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 19 (IRVGU)
હું તો પૃથ્વી પર વિદેશી છું; [QBR] તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 20 (IRVGU)
મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે [QBR] સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 21 (IRVGU)
તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ [QBR] જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને ઠપકો આપો છો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 22 (IRVGU)
મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, [QBR] કારણ કે મેં તમારા નિયમો માન્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 23 (IRVGU)
સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, [QBR] પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 24 (IRVGU)
તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે [QBR] અને તેઓ મારા સલાહકારો છે.   દાલેથ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 25 (IRVGU)
મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; [QBR] તમારા વચન પ્રમાણે મને જિવાડો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 26 (IRVGU)
મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; [QBR] મને તમારા વિધિઓ શીખવો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 27 (IRVGU)
તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, [QBR] જેથી હું તમારા અદ્દભુત કાર્યો વિશે ચર્ચા કરી શકું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 28 (IRVGU)
દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; [QBR] તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 29 (IRVGU)
અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; [QBR] કૃપા કરીને મને તમારા નિયમો શીખવો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 30 (IRVGU)
મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; [QBR] મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 31 (IRVGU)
હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; [QBR] હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 32 (IRVGU)
તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, [QBR] કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.   હે [QBR]
ગીતશાસ્ત્ર 119 : 33 (IRVGU)
હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો [QBR] અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 34 (IRVGU)
મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; [QBR] હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 35 (IRVGU)
મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, [QBR] કારણ કે હું તેમાં આનંદ માનું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 36 (IRVGU)
તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો [QBR] અને લોભ તરફથી મને વારો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 37 (IRVGU)
વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; [QBR] તમારા માર્ગ વિષે મને આતુર કરો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 38 (IRVGU)
તમારું જે વચન ભય ઉપજાવનારું છે; [QBR] તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 39 (IRVGU)
જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; [QBR] કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 40 (IRVGU)
જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; [QBR] મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.   વાવ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 41 (IRVGU)
હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, [QBR] તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 42 (IRVGU)
તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, [QBR] કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 43 (IRVGU)
મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, [QBR] કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 44 (IRVGU)
હું સદા સર્વદા તમારા [QBR] નિયમોનું અવલોકન કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 45 (IRVGU)
તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; [QBR] તેથી હું નિરાંતે જીવીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 46 (IRVGU)
હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ [QBR] અને તેમાં શરમાઈશ નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 47 (IRVGU)
તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, [QBR] તેઓ પર મેં પ્રેમ કર્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 48 (IRVGU)
હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; [QBR] હું તમારા વિધિઓનું મનન કરીશ.   ઝ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 49 (IRVGU)
તમારા જે વચનથી મને આશા ઊપજી છે, [QBR] તે વચન તમારા સેવકને માટે સંભારો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 50 (IRVGU)
મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: [QBR] તમારા વચને મને જિવાડ્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 51 (IRVGU)
અભિમાની લોકો મારી મજાક કરે છે, [QBR] પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 52 (IRVGU)
હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે [QBR] અને મને દિલાસો મળ્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 53 (IRVGU)
જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; [QBR] તેઓ પર મને ક્રોધ ઊપજે છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 54 (IRVGU)
તમારા વિધિઓ મારાં ગીતો છે [QBR] તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 55 (IRVGU)
હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે [QBR] અને હું તમારા નિયમો પાળું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 56 (IRVGU)
આ મારું આચરણ છે [QBR] કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે.   ખેથ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 57 (IRVGU)
હે યહોવાહ તમે મારો વારસો છો; [QBR] હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 58 (IRVGU)
મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; [QBR] તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 59 (IRVGU)
મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે [QBR] અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 60 (IRVGU)
તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; [QBR] વાર લગાડી નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 61 (IRVGU)
મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; [QBR] તમારા નિયમોને હું ભૂલી ગયો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 62 (IRVGU)
તમારાં ન્યાયીવચનોને લીધે [QBR] હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 63 (IRVGU)
જે કોઈ તમને માન આપે છે [QBR] અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 64 (IRVGU)
હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; [QBR] મને તમારા વિધિઓ શીખવો.   ટેથ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 65 (IRVGU)
હે યહોવાહ, વચન પ્રમાણે, [QBR] તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 66 (IRVGU)
મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, [QBR] કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 67 (IRVGU)
દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, [QBR] પણ હવે હું તમારાં વચન પાળું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 68 (IRVGU)
તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; [QBR] મને તમારા વિધિઓ શીખવો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 69 (IRVGU)
ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, [QBR] પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 70 (IRVGU)
તેઓના હૃદયો જડ છે, [QBR] પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 71 (IRVGU)
મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે [QBR] કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 72 (IRVGU)
સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા [QBR] મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.   યોદ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 73 (IRVGU)
તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; [QBR] તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 74 (IRVGU)
તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે [QBR] કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 75 (IRVGU)
હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે [QBR] અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 76 (IRVGU)
તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે [QBR] તમારી કૃપાથી મને દિલાસો મળો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 77 (IRVGU)
હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, [QBR] કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 78 (IRVGU)
અભિમાનીઓ લજ્જા પામો, [QBR] કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; [QBR] પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 79 (IRVGU)
જેઓ તમને માન આપે છે [QBR] અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 80 (IRVGU)
તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો [QBR] કે જેથી મારે બદનામ ન થવું પડે.   કાફ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 81 (IRVGU)
મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; [QBR] હું તમારાં વચનની આશા રાખું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 82 (IRVGU)
તમે મને ક્યારે દિલાસો આપશો? [QBR] એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 83 (IRVGU)
કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; [QBR] હું તમારા વિધિઓને વીસરતો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 84 (IRVGU)
તમારા સેવકના દિવસ કેટલા છે? [QBR] મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો? [QBR]
ગીતશાસ્ત્ર 119 : 85 (IRVGU)
જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, [QBR] તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 86 (IRVGU)
તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; [QBR] તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 87 (IRVGU)
પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, [QBR] પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 88 (IRVGU)
તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; [QBR] એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.   લામેદ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 89 (IRVGU)
હે યહોવાહ, તમારું વચન [QBR] આકાશમાં સદાકાળ સ્થિર છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 90 (IRVGU)
તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; [QBR] તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 91 (IRVGU)
તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; [QBR] કેમ કે તે સર્વ તમારા સેવકો છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 92 (IRVGU)
જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, [QBR] તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 93 (IRVGU)
હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, [QBR] કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 94 (IRVGU)
હું તમારો છું; મારું રક્ષણ કરો, [QBR] કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 95 (IRVGU)
દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, [QBR] પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 96 (IRVGU)
મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, [QBR] પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.   મેમ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 97 (IRVGU)
તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! [QBR] હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 98 (IRVGU)
મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; [QBR] કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 99 (IRVGU)
મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે [QBR] કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 100 (IRVGU)
વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; [QBR] આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 101 (IRVGU)
હું તમારું વચન પાળી શકું તે માટે [QBR] મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 102 (IRVGU)
તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, [QBR] કારણ કે તમે મને તે શીખવ્યાં છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 103 (IRVGU)
મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, [QBR] હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે! [QBR]
ગીતશાસ્ત્ર 119 : 104 (IRVGU)
તમારાં શાસનોથી મને સમજણ મળે છે; [QBR] માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.   નુન. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 105 (IRVGU)
મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે [QBR] અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 106 (IRVGU)
હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, [QBR] એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 107 (IRVGU)
હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; [QBR] હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 108 (IRVGU)
હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; [QBR] અને તમારાં ન્યાયવચનો મને શીખવો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 109 (IRVGU)
મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, [QBR] પણ હું તમારા નિયમને વીસરતો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 110 (IRVGU)
દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, [QBR] પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 111 (IRVGU)
મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, [QBR] કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 112 (IRVGU)
તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને [QBR] મેં મારા હૃદયને વાળ્યું છે.   સામેખ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 113 (IRVGU)
હું બે મન વાળાઓને ધિક્કારું છું, [QBR] પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 114 (IRVGU)
તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; [QBR] હું તમારાં વચનની આશા રાખું છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 115 (IRVGU)
દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, [QBR] કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 116 (IRVGU)
તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું [QBR] અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 117 (IRVGU)
તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; [QBR] હું સદા તમારા નીતિનિયમોનું મનન કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 118 (IRVGU)
જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, [QBR] કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 119 (IRVGU)
તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; [QBR] માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 120 (IRVGU)
હું તમારા ભયથી કાંપુ છું [QBR] અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.   હાયિન. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 121 (IRVGU)
મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; [QBR] મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 122 (IRVGU)
તમારા સેવક માટે તેના જામીન થાઓ; [QBR] ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 123 (IRVGU)
તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની [QBR] રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 124 (IRVGU)
તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો [QBR] અને તમારા વિધિઓ મને શીખવજો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 125 (IRVGU)
હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, [QBR] કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 126 (IRVGU)
હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, [QBR] કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 127 (IRVGU)
હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ [QBR] તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 128 (IRVGU)
તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું [QBR] અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.   પે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 129 (IRVGU)
તમારા નિયમો અદ્દભુત છે; [QBR] તેથી હું તેમને પાળું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 130 (IRVGU)
તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; [QBR] તે ભોળા માણસ પણ સમજી શકે છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 131 (IRVGU)
હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, [QBR] કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 132 (IRVGU)
જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, [QBR] તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 133 (IRVGU)
તમારા વચન પ્રમાણે મને ચલાવો; [QBR] કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 134 (IRVGU)
જુલમી માણસોથી મને બચાવો, [QBR] કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 135 (IRVGU)
તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો [QBR] અને તમારા બધા નિયમો મને શીખવો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 136 (IRVGU)
તેઓ તમારા નિયમો પાળતા નથી, [QBR] તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.   સાદે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 137 (IRVGU)
હે યહોવાહ, તમે ન્યાયી છો [QBR] અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 138 (IRVGU)
ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી [QBR] તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 139 (IRVGU)
મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે [QBR] તેથી મારા ગુસ્સાએ મને ક્ષીણ કર્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 140 (IRVGU)
તમારું વચન તદ્દન નિર્મળ છે [QBR] અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 141 (IRVGU)
હું નાનો તથા ધિક્કારાયેલો છું, [QBR] તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 142 (IRVGU)
તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; [QBR] અને તમારો નિયમ સત્ય છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 143 (IRVGU)
મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, [QBR] તમારી આજ્ઞાઓ મારો આનંદ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 144 (IRVGU)
તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; [QBR] માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ.   કોફ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 145 (IRVGU)
મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, [QBR] હું તમારા નિયમોનું પાલન કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 146 (IRVGU)
મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, [QBR] એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.” [QBR]
ગીતશાસ્ત્ર 119 : 147 (IRVGU)
પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. [QBR] મને તમારાં વચનોની આશા છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 148 (IRVGU)
તમારા વચનનું મનન કરવા માટે [QBR] મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 149 (IRVGU)
તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; [QBR] હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 150 (IRVGU)
જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, [QBR] પણ તેઓ તમારા નિયમથી દૂર છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 151 (IRVGU)
હે યહોવાહ, તમે મારી નજદીક છો [QBR] અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 152 (IRVGU)
લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, [QBR] તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.   રેશ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 153 (IRVGU)
મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, [QBR] કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 154 (IRVGU)
મારી લડતને લડો અને મને બચાવો; [QBR] મને તમારા વચન પ્રમાણે જીવવા દો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 155 (IRVGU)
દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, [QBR] કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 156 (IRVGU)
હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; [QBR] તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 157 (IRVGU)
મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, [QBR] પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 158 (IRVGU)
મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો [QBR] કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 159 (IRVGU)
હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; [QBR] હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 160 (IRVGU)
તમારાં બધાં વચનો સત્ય છે; [QBR] તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે.   શીન. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 161 (IRVGU)
સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; [QBR] મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 162 (IRVGU)
જેમ કોઈ એકને મોટો ખજાનો મળે [QBR] તેમ તમારા વચનથી મને આનંદ થાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 163 (IRVGU)
હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, [QBR] પણ હું તમારા નિયમને ચાહું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 164 (IRVGU)
તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, [QBR] હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 165 (IRVGU)
તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; [QBR] તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 166 (IRVGU)
હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે [QBR] અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 167 (IRVGU)
હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો [QBR] અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 168 (IRVGU)
હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, [QBR] કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો.   તાવ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 169 (IRVGU)
હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; [QBR] તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 170 (IRVGU)
મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; [QBR] તમારા વચન પ્રમાણે મને સહાય કરો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 171 (IRVGU)
મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, [QBR] કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 172 (IRVGU)
મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, [QBR] કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 173 (IRVGU)
મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, [QBR] કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 174 (IRVGU)
હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું [QBR] અને તમારો નિયમ એ જ મારો આનંદ છે. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 175 (IRVGU)
મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; [QBR] તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ. [QBR]
ગીતશાસ્ત્ર 119 : 176 (IRVGU)
હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; [QBR] તમારા સેવકને શોધી કાઢો, [QBR] કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176

BG:

Opacity:

Color:


Size:


Font: