ગીતશાસ્ત્ર 119 : 1 (IRVGU)
આલેફ. જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.
ગીતશાસ્ત્ર 119 : 2 (IRVGU)
જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.
ગીતશાસ્ત્ર 119 : 3 (IRVGU)
તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
ગીતશાસ્ત્ર 119 : 4 (IRVGU)
તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.
ગીતશાસ્ત્ર 119 : 5 (IRVGU)
તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
ગીતશાસ્ત્ર 119 : 6 (IRVGU)
જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.
ગીતશાસ્ત્ર 119 : 7 (IRVGU)
જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.
ગીતશાસ્ત્ર 119 : 8 (IRVGU)
હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.
ગીતશાસ્ત્ર 119 : 9 (IRVGU)
બેથ. જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.
ગીતશાસ્ત્ર 119 : 10 (IRVGU)
મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
ગીતશાસ્ત્ર 119 : 11 (IRVGU)
મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
ગીતશાસ્ત્ર 119 : 12 (IRVGU)
હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 13 (IRVGU)
મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.
ગીતશાસ્ત્ર 119 : 14 (IRVGU)
તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 15 (IRVGU)
હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ.
ગીતશાસ્ત્ર 119 : 16 (IRVGU)
તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ.
ગીતશાસ્ત્ર 119 : 17 (IRVGU)
ગિમેલ. તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું.
ગીતશાસ્ત્ર 119 : 18 (IRVGU)
તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.
ગીતશાસ્ત્ર 119 : 19 (IRVGU)
હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.
ગીતશાસ્ત્ર 119 : 20 (IRVGU)
મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.
ગીતશાસ્ત્ર 119 : 21 (IRVGU)
તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને ઠપકો આપો છો.
ગીતશાસ્ત્ર 119 : 22 (IRVGU)
મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, કારણ કે મેં તમારા નિયમો માન્યા છે.
ગીતશાસ્ત્ર 119 : 23 (IRVGU)
સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 24 (IRVGU)
તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે.
ગીતશાસ્ત્ર 119 : 25 (IRVGU)
દાલેથ. મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જિવાડો.
ગીતશાસ્ત્ર 119 : 26 (IRVGU)
મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 27 (IRVGU)
તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
ગીતશાસ્ત્ર 119 : 28 (IRVGU)
દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો.
ગીતશાસ્ત્ર 119 : 29 (IRVGU)
અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; કૃપા કરીને મને તમારા નિયમો શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 30 (IRVGU)
મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 31 (IRVGU)
હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે.
ગીતશાસ્ત્ર 119 : 32 (IRVGU)
તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
ગીતશાસ્ત્ર 119 : 33 (IRVGU)
હે હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ.
ગીતશાસ્ત્ર 119 : 34 (IRVGU)
મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.
ગીતશાસ્ત્ર 119 : 35 (IRVGU)
મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, કારણ કે હું તેમાં આનંદ માનું છું.
ગીતશાસ્ત્ર 119 : 36 (IRVGU)
તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો.
ગીતશાસ્ત્ર 119 : 37 (IRVGU)
વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.
ગીતશાસ્ત્ર 119 : 38 (IRVGU)
તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.
ગીતશાસ્ત્ર 119 : 39 (IRVGU)
જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.
ગીતશાસ્ત્ર 119 : 40 (IRVGU)
જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.
ગીતશાસ્ત્ર 119 : 41 (IRVGU)
વાવ. હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો.
ગીતશાસ્ત્ર 119 : 42 (IRVGU)
તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.
ગીતશાસ્ત્ર 119 : 43 (IRVGU)
મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
ગીતશાસ્ત્ર 119 : 44 (IRVGU)
હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.
ગીતશાસ્ત્ર 119 : 45 (IRVGU)
તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.
ગીતશાસ્ત્ર 119 : 46 (IRVGU)
હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ.
ગીતશાસ્ત્ર 119 : 47 (IRVGU)
તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 48 (IRVGU)
હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; હું તમારા વિધિઓનું મનન કરીશ.
ગીતશાસ્ત્ર 119 : 49 (IRVGU)
ઝ. તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.
ગીતશાસ્ત્ર 119 : 50 (IRVGU)
મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: તમારા વચને મને જિવાડ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 51 (IRVGU)
અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી.
ગીતશાસ્ત્ર 119 : 52 (IRVGU)
હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે અને મને દિલાસો મળ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 53 (IRVGU)
જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઊપજે છે.
ગીતશાસ્ત્ર 119 : 54 (IRVGU)
તમારા વિધિઓ મારાં ગીતો છે તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
ગીતશાસ્ત્ર 119 : 55 (IRVGU)
હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે અને હું તમારા નિયમો પાળું છું.
ગીતશાસ્ત્ર 119 : 56 (IRVGU)
આ મારું આચરણ છે કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 57 (IRVGU)
ખેથ. હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 58 (IRVGU)
મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો.
ગીતશાસ્ત્ર 119 : 59 (IRVGU)
મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.
ગીતશાસ્ત્ર 119 : 60 (IRVGU)
તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી.
ગીતશાસ્ત્ર 119 : 61 (IRVGU)
મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી.
ગીતશાસ્ત્ર 119 : 62 (IRVGU)
તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.
ગીતશાસ્ત્ર 119 : 63 (IRVGU)
જે કોઈ તમને માન આપે છે અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું.
ગીતશાસ્ત્ર 119 : 64 (IRVGU)
હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 65 (IRVGU)
ટેથ. હે યહોવાહ, વચન પ્રમાણે, તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 66 (IRVGU)
મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
ગીતશાસ્ત્ર 119 : 67 (IRVGU)
દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું.
ગીતશાસ્ત્ર 119 : 68 (IRVGU)
તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 69 (IRVGU)
ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.
ગીતશાસ્ત્ર 119 : 70 (IRVGU)
તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.
ગીતશાસ્ત્ર 119 : 71 (IRVGU)
મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું.
ગીતશાસ્ત્ર 119 : 72 (IRVGU)
સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.
ગીતશાસ્ત્ર 119 : 73 (IRVGU)
યોદ. તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો.
ગીતશાસ્ત્ર 119 : 74 (IRVGU)
તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે.
ગીતશાસ્ત્ર 119 : 75 (IRVGU)
હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 76 (IRVGU)
તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો.
ગીતશાસ્ત્ર 119 : 77 (IRVGU)
હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119 : 78 (IRVGU)
અભિમાનીઓ લજ્જા પામો, કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું.
ગીતશાસ્ત્ર 119 : 79 (IRVGU)
જેઓ તમને માન આપે છે અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો.
ગીતશાસ્ત્ર 119 : 80 (IRVGU)
તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો કે જેથી મારે બદનામ ન થવું પડે.
ગીતશાસ્ત્ર 119 : 81 (IRVGU)
કાફ. મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; હું તમારાં વચનની આશા રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 82 (IRVGU)
તમે મને ક્યારે દિલાસો આપશો? એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે.
ગીતશાસ્ત્ર 119 : 83 (IRVGU)
કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; હું તમારા વિધિઓને વીસરતો નથી.
ગીતશાસ્ત્ર 119 : 84 (IRVGU)
તમારા સેવકના દિવસ કેટલા છે? મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો?
ગીતશાસ્ત્ર 119 : 85 (IRVGU)
જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે.
ગીતશાસ્ત્ર 119 : 86 (IRVGU)
તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
ગીતશાસ્ત્ર 119 : 87 (IRVGU)
પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.
ગીતશાસ્ત્ર 119 : 88 (IRVGU)
તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
ગીતશાસ્ત્ર 119 : 89 (IRVGU)
લામેદ. હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
ગીતશાસ્ત્ર 119 : 90 (IRVGU)
તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.
ગીતશાસ્ત્ર 119 : 91 (IRVGU)
તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.
ગીતશાસ્ત્ર 119 : 92 (IRVGU)
જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત.
ગીતશાસ્ત્ર 119 : 93 (IRVGU)
હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 94 (IRVGU)
હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 95 (IRVGU)
દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
ગીતશાસ્ત્ર 119 : 96 (IRVGU)
મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
ગીતશાસ્ત્ર 119 : 97 (IRVGU)
મેમ. તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
ગીતશાસ્ત્ર 119 : 98 (IRVGU)
મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે.
ગીતશાસ્ત્ર 119 : 99 (IRVGU)
મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું.
ગીતશાસ્ત્ર 119 : 100 (IRVGU)
વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે.
ગીતશાસ્ત્ર 119 : 101 (IRVGU)
હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે.
ગીતશાસ્ત્ર 119 : 102 (IRVGU)
તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 103 (IRVGU)
મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!
ગીતશાસ્ત્ર 119 : 104 (IRVGU)
તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
ગીતશાસ્ત્ર 119 : 105 (IRVGU)
નુન. મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.
ગીતશાસ્ત્ર 119 : 106 (IRVGU)
હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે.
ગીતશાસ્ત્ર 119 : 107 (IRVGU)
હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.
ગીતશાસ્ત્ર 119 : 108 (IRVGU)
હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 109 (IRVGU)
મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી.
ગીતશાસ્ત્ર 119 : 110 (IRVGU)
દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી.
ગીતશાસ્ત્ર 119 : 111 (IRVGU)
મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119 : 112 (IRVGU)
તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 113 (IRVGU)
સામેખ. હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 114 (IRVGU)
તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે.
ગીતશાસ્ત્ર 119 : 115 (IRVGU)
દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
ગીતશાસ્ત્ર 119 : 116 (IRVGU)
તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.
ગીતશાસ્ત્ર 119 : 117 (IRVGU)
તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિનિયમોનું મનન કરીશ.
ગીતશાસ્ત્ર 119 : 118 (IRVGU)
જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.
ગીતશાસ્ત્ર 119 : 119 (IRVGU)
તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
ગીતશાસ્ત્ર 119 : 120 (IRVGU)
હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.
ગીતશાસ્ત્ર 119 : 121 (IRVGU)
હાયિન. મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
ગીતશાસ્ત્ર 119 : 122 (IRVGU)
તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
ગીતશાસ્ત્ર 119 : 123 (IRVGU)
તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
ગીતશાસ્ત્ર 119 : 124 (IRVGU)
તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.
ગીતશાસ્ત્ર 119 : 125 (IRVGU)
હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
ગીતશાસ્ત્ર 119 : 126 (IRVGU)
હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 127 (IRVGU)
હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 128 (IRVGU)
તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
ગીતશાસ્ત્ર 119 : 129 (IRVGU)
પે. તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.
ગીતશાસ્ત્ર 119 : 130 (IRVGU)
તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; તે ભોળા માણસ પણ સમજી શકે છે.
ગીતશાસ્ત્ર 119 : 131 (IRVGU)
હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
ગીતશાસ્ત્ર 119 : 132 (IRVGU)
જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.
ગીતશાસ્ત્ર 119 : 133 (IRVGU)
તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.
ગીતશાસ્ત્ર 119 : 134 (IRVGU)
જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
ગીતશાસ્ત્ર 119 : 135 (IRVGU)
તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.
ગીતશાસ્ત્ર 119 : 136 (IRVGU)
તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.
ગીતશાસ્ત્ર 119 : 137 (IRVGU)
સાદે. હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે.
ગીતશાસ્ત્ર 119 : 138 (IRVGU)
ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.
ગીતશાસ્ત્ર 119 : 139 (IRVGU)
મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે તેથી મારા ગુસ્સાએ મને ક્ષીણ કર્યો છે.
ગીતશાસ્ત્ર 119 : 140 (IRVGU)
તમારું વચન તદ્દન નિર્મળ છે અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે.
ગીતશાસ્ત્ર 119 : 141 (IRVGU)
હું નાનો તથા ધિક્કારાયેલો છું, તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી.
ગીતશાસ્ત્ર 119 : 142 (IRVGU)
તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે.
ગીતશાસ્ત્ર 119 : 143 (IRVGU)
મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119 : 144 (IRVGU)
તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ.
ગીતશાસ્ત્ર 119 : 145 (IRVGU)
કોફ. મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, હું તમારા નિયમોનું પાલન કરીશ.
ગીતશાસ્ત્ર 119 : 146 (IRVGU)
મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.”
ગીતશાસ્ત્ર 119 : 147 (IRVGU)
પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે.
ગીતશાસ્ત્ર 119 : 148 (IRVGU)
તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
ગીતશાસ્ત્ર 119 : 149 (IRVGU)
તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
ગીતશાસ્ત્ર 119 : 150 (IRVGU)
જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે.
ગીતશાસ્ત્ર 119 : 151 (IRVGU)
હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
ગીતશાસ્ત્ર 119 : 152 (IRVGU)
લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.
ગીતશાસ્ત્ર 119 : 153 (IRVGU)
રેશ. મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.
ગીતશાસ્ત્ર 119 : 154 (IRVGU)
મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
ગીતશાસ્ત્ર 119 : 155 (IRVGU)
દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.
ગીતશાસ્ત્ર 119 : 156 (IRVGU)
હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
ગીતશાસ્ત્ર 119 : 157 (IRVGU)
મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
ગીતશાસ્ત્ર 119 : 158 (IRVGU)
મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
ગીતશાસ્ત્ર 119 : 159 (IRVGU)
હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
ગીતશાસ્ત્ર 119 : 160 (IRVGU)
તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે.
ગીતશાસ્ત્ર 119 : 161 (IRVGU)
શીન. સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
ગીતશાસ્ત્ર 119 : 162 (IRVGU)
જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.
ગીતશાસ્ત્ર 119 : 163 (IRVGU)
હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, પણ હું તમારા નિયમને ચાહું છું.
ગીતશાસ્ત્ર 119 : 164 (IRVGU)
તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું.
ગીતશાસ્ત્ર 119 : 165 (IRVGU)
તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
ગીતશાસ્ત્ર 119 : 166 (IRVGU)
હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે.
ગીતશાસ્ત્ર 119 : 167 (IRVGU)
હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119 : 168 (IRVGU)
હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો.
ગીતશાસ્ત્ર 119 : 169 (IRVGU)
તાવ. હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
ગીતશાસ્ત્ર 119 : 170 (IRVGU)
મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને સહાય કરો.
ગીતશાસ્ત્ર 119 : 171 (IRVGU)
મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.
ગીતશાસ્ત્ર 119 : 172 (IRVGU)
મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.
ગીતશાસ્ત્ર 119 : 173 (IRVGU)
મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે.
ગીતશાસ્ત્ર 119 : 174 (IRVGU)
હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119 : 175 (IRVGU)
મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
ગીતશાસ્ત્ર 119 : 176 (IRVGU)
હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
❮
❯