ગીતશાસ્ત્ર 118 : 1 (IRVGU)
યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, [QBR] તેમની કૃપા સર્વકાળ ટકે છે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 2 (IRVGU)
ઇઝરાયલ, એમ કહો, [QBR] “તેમની કૃપા સર્વકાળ ટકે છે.” [QBR]
ગીતશાસ્ત્ર 118 : 3 (IRVGU)
હારુનનું કુટુંબ કહો, [QBR] “તેમની કૃપા સર્વકાળ ટકે છે.” [QBR]
ગીતશાસ્ત્ર 118 : 4 (IRVGU)
યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, [QBR] “તેમની કૃપા સર્વકાળ ટકે છે.” [QBR]
ગીતશાસ્ત્ર 118 : 5 (IRVGU)
મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; [QBR] યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 6 (IRVGU)
યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; [QBR] માણસ મને શું કરનાર છે? [QBR]
ગીતશાસ્ત્ર 118 : 7 (IRVGU)
મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; [QBR] હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 8 (IRVGU)
માણસ પર ભરોસો રાખવા કરતાં [QBR] યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 9 (IRVGU)
રાજાઓ પર ભરોસો રાખવા કરતાં [QBR] યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 10 (IRVGU)
સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; [QBR] યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 11 (IRVGU)
તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; [QBR] યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 12 (IRVGU)
તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; [QBR] તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; [QBR] યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 13 (IRVGU)
નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, [QBR] પણ યહોવાહે મને મદદ કરી. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 14 (IRVGU)
યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે [QBR] અને તે જ મારા છોડાવનાર થયા છે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 15 (IRVGU)
ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; [QBR] યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 16 (IRVGU)
યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; [QBR] યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 17 (IRVGU)
હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ [QBR] અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 18 (IRVGU)
યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; [QBR] પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 19 (IRVGU)
મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; [QBR] હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 20 (IRVGU)
યહોવાહનું દ્વાર આ છે; [QBR] એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 21 (IRVGU)
હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે [QBR] અને તમે મારો ઉદ્ધાર કર્યો છો. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 22 (IRVGU)
જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; [QBR] તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 23 (IRVGU)
આ કાર્ય તો યહોવાહથી થયું છે; [QBR] આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 24 (IRVGU)
આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; [QBR] તેમાં આપણે આનંદોત્સવ કરીએ. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 25 (IRVGU)
હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 26 (IRVGU)
યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; [QBR] અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 27 (IRVGU)
યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે; [QBR] વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 28 (IRVGU)
તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; [QBR] તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ. [QBR]
ગીતશાસ્ત્ર 118 : 29 (IRVGU)
યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; [QBR] તેમની કૃપા સર્વકાળ ટકે છે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: