ગીતશાસ્ત્ર 116 : 1 (IRVGU)
હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતિ સાંભળી છે.
ગીતશાસ્ત્ર 116 : 2 (IRVGU)
તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.
ગીતશાસ્ત્ર 116 : 3 (IRVGU)
મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં.
ગીતશાસ્ત્ર 116 : 4 (IRVGU)
ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”
ગીતશાસ્ત્ર 116 : 5 (IRVGU)
યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.
ગીતશાસ્ત્ર 116 : 6 (IRVGU)
યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.
ગીતશાસ્ત્ર 116 : 7 (IRVGU)
હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.
ગીતશાસ્ત્ર 116 : 8 (IRVGU)
કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.
ગીતશાસ્ત્ર 116 : 9 (IRVGU)
હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.
ગીતશાસ્ત્ર 116 : 10 (IRVGU)
મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
ગીતશાસ્ત્ર 116 : 11 (IRVGU)
મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”
ગીતશાસ્ત્ર 116 : 12 (IRVGU)
હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?
ગીતશાસ્ત્ર 116 : 13 (IRVGU)
હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.
ગીતશાસ્ત્ર 116 : 14 (IRVGU)
યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.
ગીતશાસ્ત્ર 116 : 15 (IRVGU)
યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.
ગીતશાસ્ત્ર 116 : 16 (IRVGU)
હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.
ગીતશાસ્ત્ર 116 : 17 (IRVGU)
હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.
ગીતશાસ્ત્ર 116 : 18 (IRVGU)
યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.
ગીતશાસ્ત્ર 116 : 19 (IRVGU)
હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19