ગીતશાસ્ત્ર 114 : 1 (IRVGU)
જ્યારે ઇઝરાયલીઓએ મિસર છોડ્યું, એટલે યાકૂબનું કુટુંબ વિદેશી લોકોમાંથી બહાર આવ્યું,
ગીતશાસ્ત્ર 114 : 2 (IRVGU)
ત્યારે યહૂદિયા તેમનું પવિત્રસ્થાન, અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું.
ગીતશાસ્ત્ર 114 : 3 (IRVGU)
સમુદ્ર તે જોઈને નાસી ગયો; યર્દન પાછી હઠી.
ગીતશાસ્ત્ર 114 : 4 (IRVGU)
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા ડુંગરો હલવાનની જેમ કૂદ્યા.
ગીતશાસ્ત્ર 114 : 5 (IRVGU)
અરે સમુદ્ર, તું કેમ નાસી ગયો? યર્દન નદી, તું કેમ પાછી હઠી?
ગીતશાસ્ત્ર 114 : 6 (IRVGU)
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
ગીતશાસ્ત્ર 114 : 7 (IRVGU)
હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના ઈશ્વરની સમક્ષ, તું કાંપ.
ગીતશાસ્ત્ર 114 : 8 (IRVGU)
તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા.
❮
❯