ગીતશાસ્ત્ર 113 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 113 : 2 (IRVGU)
યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
ગીતશાસ્ત્ર 113 : 3 (IRVGU)
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 113 : 4 (IRVGU)
યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
ગીતશાસ્ત્ર 113 : 5 (IRVGU)
આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
ગીતશાસ્ત્ર 113 : 6 (IRVGU)
આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?
ગીતશાસ્ત્ર 113 : 7 (IRVGU)
તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
ગીતશાસ્ત્ર 113 : 8 (IRVGU)
જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
ગીતશાસ્ત્ર 113 : 9 (IRVGU)
તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.

1 2 3 4 5 6 7 8 9