ગીતશાસ્ત્ર 112 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
ગીતશાસ્ત્ર 112 : 2 (IRVGU)
તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
ગીતશાસ્ત્ર 112 : 3 (IRVGU)
તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
ગીતશાસ્ત્ર 112 : 4 (IRVGU)
ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તે કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે.
ગીતશાસ્ત્ર 112 : 5 (IRVGU)
જે માણસ કૃપા રાખીને આપે છે, તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.
ગીતશાસ્ત્ર 112 : 6 (IRVGU)
કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
ગીતશાસ્ત્ર 112 : 7 (IRVGU)
તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
ગીતશાસ્ત્ર 112 : 8 (IRVGU)
તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
ગીતશાસ્ત્ર 112 : 9 (IRVGU)
તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.
ગીતશાસ્ત્ર 112 : 10 (IRVGU)
દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.

1 2 3 4 5 6 7 8 9 10