ગીતશાસ્ત્ર 111 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરો. [QBR] ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં [QBR] હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ. [QBR]
ગીતશાસ્ત્ર 111 : 2 (IRVGU)
યહોવાહનાં કાર્યો મહાન છે, [QBR] જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે. [QBR]
ગીતશાસ્ત્ર 111 : 3 (IRVGU)
તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે [QBR] અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે. [QBR]
ગીતશાસ્ત્ર 111 : 4 (IRVGU)
તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; [QBR] યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે. [QBR]
ગીતશાસ્ત્ર 111 : 5 (IRVGU)
તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. [QBR] તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે. [QBR]
ગીતશાસ્ત્ર 111 : 6 (IRVGU)
વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને [QBR] પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 111 : 7 (IRVGU)
તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; [QBR] તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે. [QBR]
ગીતશાસ્ત્ર 111 : 8 (IRVGU)
તેઓ સદા સ્થિર રખાયેલી છે, [QBR] અને સત્યતાથી તથા વિશ્વાસુપણાથી કરવામાં આવી છે. [QBR]
ગીતશાસ્ત્ર 111 : 9 (IRVGU)
તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; [QBR] પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; [QBR] તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. [QBR]
ગીતશાસ્ત્ર 111 : 10 (IRVGU)
યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. [QBR] જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. [QBR] તેમની સ્તુતિ સર્વકાળ થશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: