ગીતશાસ્ત્ર 110 : 1 (IRVGU)
યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” [QBR]
ગીતશાસ્ત્ર 110 : 2 (IRVGU)
યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; [QBR] તારા શત્રુઓ પર રાજ કર. [QBR]
ગીતશાસ્ત્ર 110 : 3 (IRVGU)
તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે [QBR] પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; [QBR] તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 110 : 4 (IRVGU)
યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: [QBR] તમે મેલ્ખીસદેકના ધોરણે, [QBR] સદાને માટે યાજક છો.” [QBR]
ગીતશાસ્ત્ર 110 : 5 (IRVGU)
પ્રભુ તમારે જમણે હાથે છે. [QBR] તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે. [QBR]
ગીતશાસ્ત્ર 110 : 6 (IRVGU)
તે દેશોનો ન્યાય કરશે; [QBR] તે ખીણોને મૃતદેહોથી ભરશે; [QBR] તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે. [QBR]
ગીતશાસ્ત્ર 110 : 7 (IRVGU)
તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે [QBR] અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે. [PE]

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: