ગીતશાસ્ત્ર 110 : 1 (IRVGU)
યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
ગીતશાસ્ત્ર 110 : 2 (IRVGU)
યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; તારા શત્રુઓ પર રાજ કર.
ગીતશાસ્ત્ર 110 : 3 (IRVGU)
તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.
ગીતશાસ્ત્ર 110 : 4 (IRVGU)
યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: તમે મેલ્ખીસદેકના ધોરણે, સદાને માટે યાજક છો.”
ગીતશાસ્ત્ર 110 : 5 (IRVGU)
પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
ગીતશાસ્ત્ર 110 : 6 (IRVGU)
તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.
ગીતશાસ્ત્ર 110 : 7 (IRVGU)
તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.
❮
❯