Psalms 108 : 1 (IRVGU)
હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; [QBR] હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ. [QBR]
Psalms 108 : 2 (IRVGU)
વીણા, સિતાર, જાગો; [QBR] હું જાતે પરોઢિયાને જગાડીશ. [QBR]
Psalms 108 : 3 (IRVGU)
હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; [QBR] પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ. [QBR]
Psalms 108 : 4 (IRVGU)
કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; [QBR] અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે. [QBR]
Psalms 108 : 5 (IRVGU)
હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ [QBR] અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ. [QBR]
Psalms 108 : 6 (IRVGU)
કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય, [QBR] તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો. [QBR]
Psalms 108 : 7 (IRVGU)
ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ; [QBR] હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ. [QBR]
Psalms 108 : 8 (IRVGU)
ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે; [QBR] એફ્રાઇમ મારા માથાનો ટોપ છે; [QBR] યહૂદિયા મારો રાજદંડ છે. [QBR]
Psalms 108 : 9 (IRVGU)
મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે; [QBR] અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ; [QBR] પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ. [QBR]
Psalms 108 : 10 (IRVGU)
મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? [QBR] મને અદોમમાં કોણ દોરી જશે?” [QBR]
Psalms 108 : 11 (IRVGU)
હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? [QBR] તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી. [QBR]
Psalms 108 : 12 (IRVGU)
અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, [QBR] કેમ કે માણસની મદદ તો મિથ્યા છે. [QBR]
Psalms 108 : 13 (IRVGU)
અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; [QBR] તે જ અમારા શત્રુઓને કચડી નાખશે. [PE]
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13