ગીતશાસ્ત્ર 106 : 1 (IRVGU)
યહોવાહની સ્તુતિ કરો. [QBR] યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, [QBR] કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 2 (IRVGU)
યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? [QBR] અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે? [QBR]
ગીતશાસ્ત્ર 106 : 3 (IRVGU)
જેઓ ન્યાયને અનુસરે છે [QBR] અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 4 (IRVGU)
હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; [QBR] જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 5 (IRVGU)
જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, [QBR] તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું [QBR] અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.   [QBR]
ગીતશાસ્ત્ર 106 : 6 (IRVGU)
અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; [QBR] અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 7 (IRVGU)
મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; [QBR] તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; [QBR] તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 8 (IRVGU)
તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા [QBR] કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 9 (IRVGU)
પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો. [QBR] એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 10 (IRVGU)
જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા [QBR] અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 11 (IRVGU)
તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; [QBR] તેઓમાંનો એક પણ બચ્યો નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 12 (IRVGU)
ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો [QBR] અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 13 (IRVGU)
પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; [QBR] તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 14 (IRVGU)
અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી [QBR] અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 15 (IRVGU)
તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું, [QBR] પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 16 (IRVGU)
તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષા કરી [QBR] અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 17 (IRVGU)
ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ [QBR] અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 18 (IRVGU)
તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો; [QBR] અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 19 (IRVGU)
તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો [QBR] અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 20 (IRVGU)
તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા, [QBR] કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 21 (IRVGU)
તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા, [QBR] કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 22 (IRVGU)
તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા [QBR] લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 23 (IRVGU)
તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું [QBR] પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે [QBR] તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 24 (IRVGU)
પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; [QBR] તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 25 (IRVGU)
પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને [QBR] યહોવાહને આધીન થયા નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 26 (IRVGU)
તેથી તેમણે તેઓને માટે શપથ લીધા [QBR] કે તેઓ અરણ્યમાં નાશ પામે. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 27 (IRVGU)
વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા [QBR] અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 28 (IRVGU)
તેઓએ પેઓરમાં બઆલની પૂજા કરી [QBR] અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 29 (IRVGU)
એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા [QBR] અને તેઓમાં મરકી ફાટી નીકળી. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 30 (IRVGU)
પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી [QBR] અને મરકી અટકી ગઈ. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 31 (IRVGU)
આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે [QBR] ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 32 (IRVGU)
મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા [QBR] અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 33 (IRVGU)
તેઓએ મૂસાને ઉશ્કેર્યો [QBR] અને તે અવિચારીપણે બોલવા લાગ્યો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 34 (IRVGU)
જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ, [QBR] તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 35 (IRVGU)
પણ તેઓ વિદેશીઓ સાથે ભળી ગયા [QBR] અને તેઓના માર્ગો અપનાવ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 36 (IRVGU)
અને તેઓની મૂર્તિઓની પૂજા કરી, [QBR] તે તેઓને ફાંદા રૂપ થઈ પડી. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 37 (IRVGU)
તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું અશુદ્ધ આત્માઓને બલિદાન આપ્યું. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 38 (IRVGU)
તેઓએ નિર્દોષ લોહી, [QBR] એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, [QBR] તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, [QBR] લોહીથી દેશને અશુદ્ધ કર્યો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 39 (IRVGU)
તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા [QBR] તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 40 (IRVGU)
તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા [QBR] અને તે પોતાના લોકોથી કંટાળી ગયા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 41 (IRVGU)
તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા [QBR] અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 42 (IRVGU)
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા [QBR] અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 43 (IRVGU)
ઘણી વાર તે તેમની મદદે આવ્યા, [QBR] પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું [QBR] અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 44 (IRVGU)
તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને [QBR] તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 45 (IRVGU)
તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો [QBR] અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 46 (IRVGU)
તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે [QBR] તેમના પર કરુણા કરાવી. [QBR]
ગીતશાસ્ત્ર 106 : 47 (IRVGU)
હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો. [QBR] વિદેશીઓમાંથી અમને એકત્ર કરો [QBR] કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ [QBR] અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ.   [QBR]
ગીતશાસ્ત્ર 106 : 48 (IRVGU)
હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, [QBR] તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. [QBR] સર્વ લોકોએ કહ્યું, “આમેન.” [QBR] યહોવાહની સ્તુતિ કરો. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48

BG:

Opacity:

Color:


Size:


Font: