ગીતશાસ્ત્ર 101 : 1 (IRVGU)
કૃપા તથા ન્યાય વિષે હું ગાયન કરીશ; હે યહોવાહ, હું તમારી સ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 101 : 2 (IRVGU)
હું સીધા માર્ગમાં ચાલીશ. તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ.
ગીતશાસ્ત્ર 101 : 3 (IRVGU)
હું કંઈ ખોટું કાર્ય મારી દ્રષ્ટિમાં રાખીશ નહિ; પીછેહઠ કરનારાનાં કામથી હું કંટાળું છું; તેમની કંઈ અસર મને થશે નહિ.
ગીતશાસ્ત્ર 101 : 4 (IRVGU)
અનુચિત લોકોને હું મારાથી દૂર રાખીશ; હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહિ.
ગીતશાસ્ત્ર 101 : 5 (IRVGU)
જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.
ગીતશાસ્ત્ર 101 : 6 (IRVGU)
દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે.
ગીતશાસ્ત્ર 101 : 7 (IRVGU)
કપટી લોકો મારા ઘરમાં રહી શકશે નહિ; જૂઠું બોલનારા કોઈ મારી આંખ આગળ રહેશે નહિ.
ગીતશાસ્ત્ર 101 : 8 (IRVGU)
આ દેશમાં રહેતા દુષ્ટ લોકોનો હું દરરોજ નાશ કરીશ; સર્વ દુષ્ટ કરનારાઓને યહોવાહના નગરમાંથી કાપી નાખીશ.
❮
❯