ગીતશાસ્ત્ર 100 : 1 (IRVGU)
હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.
ગીતશાસ્ત્ર 100 : 2 (IRVGU)
આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.
ગીતશાસ્ત્ર 100 : 3 (IRVGU)
જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.
ગીતશાસ્ત્ર 100 : 4 (IRVGU)
આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.
ગીતશાસ્ત્ર 100 : 5 (IRVGU)
કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.
❮
❯