નીતિવચનો 26 : 1 (IRVGU)
જેમ ઉનાળામાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય [QBR] તેમ મૂર્ખને સન્માન શોભતું નથી. [QBR]
નીતિવચનો 26 : 2 (IRVGU)
ભટકતી ચકલી અને ઊડતા અબાબીલ પક્ષીની માફક, [QBR] વિનાકારણે આપેલો શાપ કોઈને માથે લાગતો નથી. [QBR]
નીતિવચનો 26 : 3 (IRVGU)
ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, [QBR] તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે. [QBR]
નીતિવચનો 26 : 4 (IRVGU)
મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, [QBR] રખેને તું પણ તેના જેવો ગણાય. [QBR]
નીતિવચનો 26 : 5 (IRVGU)
મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, [QBR] નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે. [QBR]
નીતિવચનો 26 : 6 (IRVGU)
જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે [QBR] તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે. [QBR]
નીતિવચનો 26 : 7 (IRVGU)
મૂર્ખના મુખેથી અપાતી શિખામણ [QBR] પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે. [QBR]
નીતિવચનો 26 : 8 (IRVGU)
જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, [QBR] તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે. [QBR]
નીતિવચનો 26 : 9 (IRVGU)
જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે [QBR] તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે. [QBR]
નીતિવચનો 26 : 10 (IRVGU)
ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે [QBR] પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે. [QBR]
નીતિવચનો 26 : 11 (IRVGU)
જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, [QBR] તેમ મૂર્ખ પોતે કરેલી ભૂલ વારંવાર કરે છે. [QBR]
નીતિવચનો 26 : 12 (IRVGU)
પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? [QBR] તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે. [QBR]
નીતિવચનો 26 : 13 (IRVGU)
આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! [QBR] ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.” [QBR]
નીતિવચનો 26 : 14 (IRVGU)
જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, [QBR] તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે. [QBR]
નીતિવચનો 26 : 15 (IRVGU)
આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો [QBR] પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે. [QBR]
નીતિવચનો 26 : 16 (IRVGU)
હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં [QBR] આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે. [QBR]
નીતિવચનો 26 : 17 (IRVGU)
જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે [QBR] તે કૂતરાના કાન પકડનારના જેવો છે. [QBR]
નીતિવચનો 26 : 18 (IRVGU)
જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે, [QBR]
નીતિવચનો 26 : 19 (IRVGU)
તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, [QBR] કહે છે “શું હું ગમ્મત નહોતો કરતો?” [QBR]
નીતિવચનો 26 : 20 (IRVGU)
બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. [QBR] અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે. [QBR]
નીતિવચનો 26 : 21 (IRVGU)
જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, [QBR] તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે. [QBR]
નીતિવચનો 26 : 22 (IRVGU)
નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; [QBR] તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે. [QBR]
નીતિવચનો 26 : 23 (IRVGU)
કુટિલ હૃદય અને મીઠી વાણી [QBR] એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે. [QBR]
નીતિવચનો 26 : 24 (IRVGU)
ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે [QBR] અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે. [QBR]
નીતિવચનો 26 : 25 (IRVGU)
તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, [QBR] કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે. [QBR]
નીતિવચનો 26 : 26 (IRVGU)
જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, [QBR] તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે. [QBR]
નીતિવચનો 26 : 27 (IRVGU)
જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે [QBR] અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે. [QBR]
નીતિવચનો 26 : 28 (IRVGU)
જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેઓનો તે દ્વેષ કરે છે; [QBR] અને ખુશામત કરનાર વ્યક્તિ પાયમાલી લાવે છે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: