નીતિવચનો 25 : 1 (IRVGU)
આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો. [QBR]
નીતિવચનો 25 : 2 (IRVGU)
કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, [QBR] પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે. [QBR]
નીતિવચનો 25 : 3 (IRVGU)
જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે, [QBR] તેમ રાજાઓનું મન અગાધ છે. [QBR]
નીતિવચનો 25 : 4 (IRVGU)
ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, [QBR] એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે. [QBR]
નીતિવચનો 25 : 5 (IRVGU)
તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, [QBR] એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે. [QBR]
નીતિવચનો 25 : 6 (IRVGU)
રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર [QBR] અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે. [QBR]
નીતિવચનો 25 : 7 (IRVGU)
ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, [QBR] “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે. [QBR]
નીતિવચનો 25 : 8 (IRVGU)
દાવામાં જલદી ઊતરી ન પડ. [QBR] કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે [QBR] ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ? [QBR]
નીતિવચનો 25 : 9 (IRVGU)
તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર [QBR] અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર, [QBR]
નીતિવચનો 25 : 10 (IRVGU)
રખેને તે સાંભળનાર તારી નિંદા કરે [QBR] અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ. [QBR]
નીતિવચનો 25 : 11 (IRVGU)
પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ [QBR2] ચાંદીની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે. [QBR]
નીતિવચનો 25 : 12 (IRVGU)
જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓ [QBR] તથા સોનાના ઘરેણાં જેવો છે. [QBR]
નીતિવચનો 25 : 13 (IRVGU)
ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે [QBR] તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; [QBR] તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે. [QBR]
નીતિવચનો 25 : 14 (IRVGU)
જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે, [QBR] પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે. [QBR]
નીતિવચનો 25 : 15 (IRVGU)
લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે [QBR] અને કોમળ જીભ હાડકાને ભાંગે છે. [QBR]
નીતિવચનો 25 : 16 (IRVGU)
જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા [QBR] રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે. [QBR]
નીતિવચનો 25 : 17 (IRVGU)
તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, [QBR] નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે. [QBR]
નીતિવચનો 25 : 18 (IRVGU)
પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ [QBR] હથોડા, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે. [QBR]
નીતિવચનો 25 : 19 (IRVGU)
સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ [QBR] સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે. [QBR]
નીતિવચનો 25 : 20 (IRVGU)
જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે, [QBR] તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવો [QBR] અથવા ઘા પર સરકો રેડનાર જેવો છે. [QBR]
નીતિવચનો 25 : 21 (IRVGU)
જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; [QBR] અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ. [QBR]
નીતિવચનો 25 : 22 (IRVGU)
કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે [QBR] અને યહોવાહ તને તેનો બદલો આપશે. [QBR]
નીતિવચનો 25 : 23 (IRVGU)
ઉત્તરનો પવન વરસાદ લાવે છે; [QBR] તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે. [QBR]
નીતિવચનો 25 : 24 (IRVGU)
કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, [QBR] તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે. [QBR]
નીતિવચનો 25 : 25 (IRVGU)
જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, [QBR] તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે. [QBR]
નીતિવચનો 25 : 26 (IRVGU)
જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, [QBR] તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે. [QBR]
નીતિવચનો 25 : 27 (IRVGU)
વધુ પડતું મધ ખાવું સારું નથી, [QBR] તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી. [QBR]
નીતિવચનો 25 : 28 (IRVGU)
જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથી [QBR] તે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: