નીતિવચનો 24 : 1 (IRVGU)
દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, [QBR] તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર. [QBR]
નીતિવચનો 24 : 2 (IRVGU)
કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે [QBR] અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે. [QBR]
નીતિવચનો 24 : 3 (IRVGU)
ડહાપણ વડે ઘર બંધાય છે [QBR] અને બુદ્ધિથી તે સ્થિર થાય છે. [QBR]
નીતિવચનો 24 : 4 (IRVGU)
ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા [QBR] સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે. [QBR]
નીતિવચનો 24 : 5 (IRVGU)
બહાદુર માણસ બળવાન હોય છે, [QBR] પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે. [QBR]
નીતિવચનો 24 : 6 (IRVGU)
કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે [QBR] અને વધારે સલાહકારીઓમાં સલામતી છે. [QBR]
નીતિવચનો 24 : 7 (IRVGU)
ડહાપણ એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; [QBR] તે જાહેરમાં પોતાનું મુખ ખોલી શકતો નથી. [QBR]
નીતિવચનો 24 : 8 (IRVGU)
જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે [QBR] તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે. [QBR]
નીતિવચનો 24 : 9 (IRVGU)
મૂર્ખની યોજનાઓ પાપી છે [QBR] અને લોકો બડાઈ કરનારને ધિક્કારે છે. [QBR]
નીતિવચનો 24 : 10 (IRVGU)
જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, [QBR] તો તારું બળ થોડું જ છે. [QBR]
નીતિવચનો 24 : 11 (IRVGU)
જેઓને મોત માટે ઘસડી જવામાં આવે છે તેઓને છોડાવ [QBR] જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ. [QBR]
નીતિવચનો 24 : 12 (IRVGU)
જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા.” [QBR] તો જે અંત:કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? [QBR] અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? [QBR] અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ? [QBR]
નીતિવચનો 24 : 13 (IRVGU)
મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, [QBR] મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે. [QBR]
નીતિવચનો 24 : 14 (IRVGU)
ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, [QBR] જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે [QBR] અને તારી આશા વ્યર્થ જશે નહિ. [QBR]
નીતિવચનો 24 : 15 (IRVGU)
હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર [QBR] આગળ લાગ જોઈ બેસી રહીશ નહિ, [QBR] તેના ઘર પર આક્રમણ કરીશ નહિ. [QBR]
નીતિવચનો 24 : 16 (IRVGU)
કારણ કે નીતિમાન માણસ સાત વાર પડશે [QBR] તોપણ તે પાછો ઊભો થશે, [QBR] પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જશે. [QBR]
નીતિવચનો 24 : 17 (IRVGU)
જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર [QBR] અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ. [QBR]
નીતિવચનો 24 : 18 (IRVGU)
નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે [QBR] અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે. [QBR]
નીતિવચનો 24 : 19 (IRVGU)
દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ [QBR] અને દુષ્ટોની અદેખાઈ ન કર. [QBR]
નીતિવચનો 24 : 20 (IRVGU)
કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી [QBR] અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે. [QBR]
નીતિવચનો 24 : 21 (IRVGU)
મારા દીકરા, યહોવાહનું તથા રાજાનું ભય રાખ; [QBR] બળવાખોરો સાથે કશો સંબંધ ન રાખ, [QBR]
નીતિવચનો 24 : 22 (IRVGU)
કારણ કે તેઓના પર અચાનક આફત આવી પડશે [QBR] અને તે બન્નેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે? [QBR]
નીતિવચનો 24 : 23 (IRVGU)
આ પણ જ્ઞાનીઓનાં વચન છે. [QBR] ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી. [QBR]
નીતિવચનો 24 : 24 (IRVGU)
જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે,” [QBR] તે લોકો દ્વારા શાપિત ગણાશે અને પ્રજાઓ તેને ધિક્કારશે. [QBR]
નીતિવચનો 24 : 25 (IRVGU)
પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે [QBR] અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે. [QBR]
નીતિવચનો 24 : 26 (IRVGU)
જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, [QBR] તે હોઠોનું ચુંબન કરે છે. [QBR]
નીતિવચનો 24 : 27 (IRVGU)
તારું બહારનું કામ તૈયાર રાખ [QBR] અને તારા ખેતરનું કામ તૈયાર કર [QBR] અને ત્યારપછી તારું ઘર બાંધ. [QBR]
નીતિવચનો 24 : 28 (IRVGU)
વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી પૂરીશ નહિ [QBR] અને તારા હોઠોથી ઠગાઈ ન કર. [QBR]
નીતિવચનો 24 : 29 (IRVGU)
એમ ન કહે કે, “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ; [QBR] તેને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.” [QBR]
નીતિવચનો 24 : 30 (IRVGU)
હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને [QBR] તથા બેવકૂફ માણસની દ્રાક્ષાવાડી પાસે થઈને જતો હતો; [QBR]
નીતિવચનો 24 : 31 (IRVGU)
ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, [QBR] જમીન કાંટાથી છવાઈ ગઈ હતી [QBR] અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો. [QBR]
નીતિવચનો 24 : 32 (IRVGU)
પછી મેં જોયું અને વિચાર કર્યો; [QBR] હું સમજ્યો અને મને શિખામણ મળી. [QBR]
નીતિવચનો 24 : 33 (IRVGU)
હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, [QBR] થોડીક વાર હાથ વાળીને સૂવા દો. [QBR]
નીતિવચનો 24 : 34 (IRVGU)
એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ [QBR] અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: