નીતિવચનો 23 : 1 (IRVGU)
જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, [QBR] ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર. [QBR]
નીતિવચનો 23 : 2 (IRVGU)
જો તું ખાઉધરો હોય, [QBR] તો તારે ગળે છરી મૂક. [QBR]
નીતિવચનો 23 : 3 (IRVGU)
સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, [QBR] કારણ કે તે કપટી ભોજન છે. [QBR]
નીતિવચનો 23 : 4 (IRVGU)
ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; [QBR] હોશિયાર થઈને પડતું મૂકજે. [QBR]
નીતિવચનો 23 : 5 (IRVGU)
જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે [QBR] અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે [QBR] અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે. [QBR]
નીતિવચનો 23 : 6 (IRVGU)
કંજૂસ માણસનું અન્ન ન ખા [QBR] તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા, [QBR]
નીતિવચનો 23 : 7 (IRVGU)
કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. [QBR] તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” [QBR] પણ તેનું મન તારા પ્રત્યે નથી. [QBR]
નીતિવચનો 23 : 8 (IRVGU)
જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે [QBR] અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે. [QBR]
નીતિવચનો 23 : 9 (IRVGU)
મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, [QBR] કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે. [QBR]
નીતિવચનો 23 : 10 (IRVGU)
પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ [QBR] અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ. [QBR]
નીતિવચનો 23 : 11 (IRVGU)
કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે [QBR] તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે. [QBR]
નીતિવચનો 23 : 12 (IRVGU)
શિખામણ પર તારું મન લગાડ [QBR] અને ડહાપણના શબ્દોને તારા કાન દે. [QBR]
નીતિવચનો 23 : 13 (IRVGU)
બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; [QBR] કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ. [QBR]
નીતિવચનો 23 : 14 (IRVGU)
જો તું તેને સોટીથી મારીશ, [QBR] તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. [QBR]
નીતિવચનો 23 : 15 (IRVGU)
મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, [QBR] તો મારું હૃદય હરખાશે. [QBR]
નીતિવચનો 23 : 16 (IRVGU)
જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, [QBR] ત્યારે મારું અંતઃકરણ હરખાશે. [QBR]
નીતિવચનો 23 : 17 (IRVGU)
તારા મનમાં પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે. [QBR]
નીતિવચનો 23 : 18 (IRVGU)
ત્યાં ચોક્કસ ભવિષ્ય છે [QBR] અને તારી આશા સાર્થક થશે. [QBR]
નીતિવચનો 23 : 19 (IRVGU)
મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા [QBR] અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે. [QBR]
નીતિવચનો 23 : 20 (IRVGU)
દ્રાક્ષારસ પીનારાઓની [QBR] અથવા માંસના ખાઉધરાની સોબત ન કર. [QBR]
નીતિવચનો 23 : 21 (IRVGU)
કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે [QBR] અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે. [QBR]
નીતિવચનો 23 : 22 (IRVGU)
તારા પોતાના પિતાનું કહેવું સાંભળ [QBR] અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. [QBR]
નીતિવચનો 23 : 23 (IRVGU)
સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; [QBR] હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ. [QBR]
નીતિવચનો 23 : 24 (IRVGU)
નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે [QBR] અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે. [QBR]
નીતિવચનો 23 : 25 (IRVGU)
તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર [QBR] અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર. [QBR]
નીતિવચનો 23 : 26 (IRVGU)
મારા દીકરા, મને તારું હૃદય આપ [QBR] અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે. [QBR]
નીતિવચનો 23 : 27 (IRVGU)
ગણિકા એક ઊંડી ખાઈ છે [QBR] અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે. [QBR]
નીતિવચનો 23 : 28 (IRVGU)
તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે [QBR] અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે. [QBR]
નીતિવચનો 23 : 29 (IRVGU)
કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? [QBR] કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? [QBR] કોની આંખોમાં રતાશ છે? [QBR]
નીતિવચનો 23 : 30 (IRVGU)
જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, [QBR] જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે. [QBR]
નીતિવચનો 23 : 31 (IRVGU)
જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, [QBR] જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય [QBR] અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર. [QBR]
નીતિવચનો 23 : 32 (IRVGU)
આખરે તે સર્પની જેમ કરડે છે [QBR] અને નાગની જેમ ડસે છે. [QBR]
નીતિવચનો 23 : 33 (IRVGU)
તારી આંખો વિચિત્ર વસ્તુઓ જોશે [QBR] અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે. [QBR]
નીતિવચનો 23 : 34 (IRVGU)
હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, [QBR] કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે. [QBR]
નીતિવચનો 23 : 35 (IRVGU)
તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. [QBR] તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. [QBR] હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: