નીતિવચનો 22 : 1 (IRVGU)
સારું નામ એ પુષ્કળ ધન કરતાં [QBR] અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે. [QBR]
નીતિવચનો 22 : 2 (IRVGU)
દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે [QBR] કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે. [QBR]
નીતિવચનો 22 : 3 (IRVGU)
ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, [QBR] પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે. [QBR]
નીતિવચનો 22 : 4 (IRVGU)
વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન [QBR] એ યહોવાહના ભયનાં ફળ છે. [QBR]
નીતિવચનો 22 : 5 (IRVGU)
આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; [QBR] જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે. [QBR]
નીતિવચનો 22 : 6 (IRVGU)
બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ [QBR] અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ. [QBR]
નીતિવચનો 22 : 7 (IRVGU)
ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે [QBR] અને દેણદાર લેણદારનો ગુલામ છે. [QBR]
નીતિવચનો 22 : 8 (IRVGU)
જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે [QBR] અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે. [QBR]
નીતિવચનો 22 : 9 (IRVGU)
ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે [QBR] કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે. [QBR]
નીતિવચનો 22 : 10 (IRVGU)
ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે [QBR] અને મારામારી તથા અપમાનનો અંત આવશે. [QBR]
નીતિવચનો 22 : 11 (IRVGU)
જે હૃદયની શુદ્ધતા ચાહે છે [QBR] તેના બોલવાના પ્રભાવને લીધે [QBR] રાજા તેનો મિત્ર થશે. [QBR]
નીતિવચનો 22 : 12 (IRVGU)
યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, [QBR] પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે. [QBR]
નીતિવચનો 22 : 13 (IRVGU)
આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! [QBR] હું રસ્તામાં માર્યો જઈશ.” [QBR]
નીતિવચનો 22 : 14 (IRVGU)
પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; [QBR] જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે. [QBR]
નીતિવચનો 22 : 15 (IRVGU)
મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, [QBR] પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે. [QBR]
નીતિવચનો 22 : 16 (IRVGU)
પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે [QBR] અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે. [QBR]
નીતિવચનો 22 : 17 (IRVGU)
જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ [QBR] અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ. [QBR]
નીતિવચનો 22 : 18 (IRVGU)
કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે [QBR] અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે. [QBR]
નીતિવચનો 22 : 19 (IRVGU)
તારો ભરોસો યહોવાહ પર રહે, [QBR] માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે. [QBR]
નીતિવચનો 22 : 20 (IRVGU)
મેં તારા માટે સુબોધ અને ડહાપણની [QBR] ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે, [QBR]
નીતિવચનો 22 : 21 (IRVGU)
સત્યનાં વચનો તું ચોક્કસ જાણે [QBR] જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે? [QBR]
નીતિવચનો 22 : 22 (IRVGU)
ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, [QBR] તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર, [QBR]
નીતિવચનો 22 : 23 (IRVGU)
કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે [QBR] અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે. [QBR]
નીતિવચનો 22 : 24 (IRVGU)
ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર [QBR] અને તામસી માણસની સોબત ન કર. [QBR]
નીતિવચનો 22 : 25 (IRVGU)
જેથી તું તેના માર્ગો શીખે [QBR] અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે. [QBR]
નીતિવચનો 22 : 26 (IRVGU)
વચન આપનારાઓમાંનો જામીન [QBR] અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ. [QBR]
નીતિવચનો 22 : 27 (IRVGU)
જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય [QBR] તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય? [QBR]
નીતિવચનો 22 : 28 (IRVGU)
તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છે [QBR] તેને ન ખસેડ. [QBR]
નીતિવચનો 22 : 29 (IRVGU)
પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; [QBR] તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: