Philippians 4 : 1 (IRVGU)
સૂચનાઓ
Philippians 4 : 2 (IRVGU)
એ માટે, મારા પ્રિય અને જેમને ઝંખું છું તેવા ભાઈઓ, મારા આનંદ તથા મુગટરૂપ, તેવી જ રીતે પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં સ્થિર રહો, મારા પ્રિય *ભાઈઓ . યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય.
Philippians 4 : 3 (IRVGU)
વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોની મદદ કરજે, કારણ કે તેઓએ મારી સાથે તથા કલેમેન્ટની સાથે તથા બીજા મારા સહકાર્યકર્તાઓ જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં પુષ્કળ મહેનત કરી છે.
Philippians 4 : 4 (IRVGU)
પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.
Philippians 4 : 5 (IRVGU)
તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે.
Philippians 4 : 6 (IRVGU)
કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો.
Philippians 4 : 7 (IRVGU)
ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.
Philippians 4 : 8 (IRVGU)
છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.
Philippians 4 : 9 (IRVGU)
જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તેવું બધું કરો; અને શાંતિનો ઈશ્વર તમારી સાથે રહેશે.
Philippians 4 : 10 (IRVGU)
દાન માટે આભાર મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ.
Philippians 4 : 11 (IRVGU)
હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.
Philippians 4 : 12 (IRVGU)
ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.
Philippians 4 : 13 (IRVGU)
જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.
Philippians 4 : 14 (IRVGU)
તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.
Philippians 4 : 15 (IRVGU)
ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો.
Philippians 4 : 16 (IRVGU)
કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું.
Philippians 4 : 17 (IRVGU)
હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું.
Philippians 4 : 18 (IRVGU)
મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે.
Philippians 4 : 19 (IRVGU)
મારો ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.
Philippians 4 : 20 (IRVGU)
આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન.
Philippians 4 : 21 (IRVGU)
અંતિમ સલામી ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને સલામ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ કહે છે.
Philippians 4 : 22 (IRVGU)
સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે.
Philippians 4 : 23 (IRVGU)
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23