Numbers 34 : 2 (IRVGU)
ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે, જ્યારે તમે કનાનના દેશમાં પ્રવેશ કરશો, ત્યારે કનાન દેશ અને તેની સરહદો તમારી થશે,
Numbers 34 : 3 (IRVGU)
તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.
Numbers 34 : 4 (IRVGU)
તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશબાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય.
Numbers 34 : 5 (IRVGU)
ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.
Numbers 34 : 7 (IRVGU)
મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે. તમારી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી તેની સીમારેખા દોરવી,
Numbers 34 : 8 (IRVGU)
ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે.
Numbers 34 : 9 (IRVGU)
ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસારએનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે.
Numbers 34 : 10 (IRVGU)
તમારી પૂર્વની સરહદ હસાર એનાનથી શરૂ થઈ શફામ સુધી આંકવી.
Numbers 34 : 11 (IRVGU)
તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે.
Numbers 34 : 12 (IRVGU)
ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે.”'
Numbers 34 : 13 (IRVGU)
મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું “આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે.
Numbers 34 : 14 (IRVGU)
રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે.
Numbers 34 : 15 (IRVGU)
આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે.”
Numbers 34 : 17 (IRVGU)
“જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ.
Numbers 34 : 18 (IRVGU)
તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.
Numbers 34 : 19 (IRVGU)
તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.
Numbers 34 : 20 (IRVGU)
શિમયોનના વંશજોના કુળમાંથી આમિહૂદનો દીકરો શમુએલ.
Numbers 34 : 22 (IRVGU)
બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ. દાનના વંશજોના કુળનો આગેવાન, યોગ્લીનો દીકરો બુક્કી.
Numbers 34 : 23 (IRVGU)
યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.
Numbers 34 : 24 (IRVGU)
એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.
Numbers 34 : 25 (IRVGU)
ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.
Numbers 34 : 26 (IRVGU)
ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.
Numbers 34 : 27 (IRVGU)
આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,
Numbers 34 : 28 (IRVGU)
નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમિહૂદનો દીકરો પદાહએલ.”
Numbers 34 : 29 (IRVGU)
29 યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29