Numbers 33 : 1 (IRVGU)
મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇઝરાયલી લોકો પોતાનાં સૈન્ય જૂથો સહિત મિસર દેશમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી તે આ છે:
Numbers 33 : 2 (IRVGU)
જ્યાંથી તેઓ રવાના થયા અને જ્યાં ગયા તે સ્થળોનાં નામ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર નોંધી લીધાં હતાં. તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે. [PE][PS]
Numbers 33 : 3 (IRVGU)
તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા.
Numbers 33 : 4 (IRVGU)
જ્યારે મિસરવાસીઓ પોતાના પ્રથમજનિતો જેઓને યહોવાહે તેઓની મધ્યેથી મારી નાખ્યા તેઓને દફ્નાવતા હતા તે સમયે એવું બન્યું. યહોવાહે તેઓના દેવોને પણ સજા કરી. [PE][PS]
Numbers 33 : 5 (IRVGU)
ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં છાવણી કરી.
Numbers 33 : 6 (IRVGU)
તેઓએ સુક્કોથથી નીકળીને અરણ્ય કિનારે આવેલા એથામમાં છાવણી કરી.
Numbers 33 : 7 (IRVGU)
તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલસફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 8 (IRVGU)
પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી.
Numbers 33 : 9 (IRVGU)
તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.
Numbers 33 : 10 (IRVGU)
તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 11 (IRVGU)
તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.
Numbers 33 : 12 (IRVGU)
તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
Numbers 33 : 13 (IRVGU)
દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી.
Numbers 33 : 14 (IRVGU)
તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું. [PE][PS]
Numbers 33 : 15 (IRVGU)
તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.
Numbers 33 : 16 (IRVGU)
તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથહત્તાવાહમાં છાવણી કરી.
Numbers 33 : 17 (IRVGU)
તેઓએ કિબ્રોથહત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.
Numbers 33 : 18 (IRVGU)
તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 19 (IRVGU)
રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.
Numbers 33 : 20 (IRVGU)
રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.
Numbers 33 : 21 (IRVGU)
લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી.
Numbers 33 : 22 (IRVGU)
રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 23 (IRVGU)
કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી.
Numbers 33 : 24 (IRVGU)
શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી કરી.
Numbers 33 : 25 (IRVGU)
હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી.
Numbers 33 : 26 (IRVGU)
માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 27 (IRVGU)
તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.
Numbers 33 : 28 (IRVGU)
તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.
Numbers 33 : 29 (IRVGU)
મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.
Numbers 33 : 30 (IRVGU)
હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 31 (IRVGU)
મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી.
Numbers 33 : 32 (IRVGU)
બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોરહાગિદગાદમાં છાવણી કરી.
Numbers 33 : 33 (IRVGU)
હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી.
Numbers 33 : 34 (IRVGU)
યોટબાથાથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 35 (IRVGU)
આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.
Numbers 33 : 36 (IRVGU)
એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.
Numbers 33 : 37 (IRVGU)
કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 38 (IRVGU)
યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.
Numbers 33 : 39 (IRVGU)
હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો. [PE][PS]
Numbers 33 : 40 (IRVGU)
કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું. [PE][PS]
Numbers 33 : 41 (IRVGU)
તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી.
Numbers 33 : 42 (IRVGU)
સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી.
Numbers 33 : 43 (IRVGU)
પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 44 (IRVGU)
ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયેઅબારીમમાં છાવણી કરી.
Numbers 33 : 45 (IRVGU)
ઈયેઅબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી.
Numbers 33 : 46 (IRVGU)
દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 47 (IRVGU)
આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેઓએ નબોની સામે આવેલા અબારીમના પર્વતો આગળ છાવણી કરી.
Numbers 33 : 48 (IRVGU)
અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી.
Numbers 33 : 49 (IRVGU)
તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી. [PE][PS]
Numbers 33 : 50 (IRVGU)
મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું,
Numbers 33 : 51 (IRVGU)
“તું ઇઝરાયલી લોકોને કહે કે, 'જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં જાઓ,
Numbers 33 : 52 (IRVGU)
ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો. [PE][PS]
Numbers 33 : 53 (IRVGU)
તમારે તે દેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કેમ કે, તે દેશ મેં તમને વતનને સારુ આપ્યો છે.
Numbers 33 : 54 (IRVGU)
તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે. [PE][PS]
Numbers 33 : 55 (IRVGU)
પણ જો તમે તે દેશના રહેવાસીઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખમાં કણીરૂપ અને તમારા પડખામાં કાંટારૂપ થઈ પડશે. જે દેશમાં તમે વસો છો ત્યાં તેઓ તમારા જીવનો પર દુઃખ લાવશે.
Numbers 33 : 56 (IRVGU)
અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.'” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56

BG:

Opacity:

Color:


Size:


Font: