Numbers 28 : 1 (IRVGU)
યહોવાહે મૂસા સાથે વાત કરતાં કહ્યું,
Numbers 28 : 2 (IRVGU)
“ઇઝરાયલ લોકોને આજ્ઞા કરીને તેઓને કહે, 'તમારે નિશ્ચિત સમયે મારે સારુ બલિદાન ચઢાવવું, મારે સારુ સુવાસિત હોમયજ્ઞને સારુ મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.
Numbers 28 : 3 (IRVGU)
તારે તેઓને કહેવું, “આ હોમયજ્ઞ જે તમારે યહોવાહને ચઢાવવો. પ્રતિદિન તમારે એક વર્ષના ખોડખામી વગરના નર હલવાનોનું દહનીયાર્પણ કરવું.
Numbers 28 : 4 (IRVGU)
એક હલવાન તમારે સવારે ચઢાવવું અને બીજું હલવાન સાંજે ચઢાવવું.
Numbers 28 : 5 (IRVGU)
ખાદ્યાર્પણને સારુ એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલો તેલથી મોહેલો.
Numbers 28 : 6 (IRVGU)
તે રોજનું દહનીયાપર્ણ છે જે યહોવાહની આજ્ઞા પ્રમાણે સુવાસને સારુ યહોવાહના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવાયો હતો.
Numbers 28 : 7 (IRVGU)
પેયાર્પણ એક હલવાનને સારુ પા હિન દ્રાક્ષારસનું હોય. તમે યહોવાહને માટે પવિત્રસ્થાનમાં મધનું પેયાર્પણ રેડો.
Numbers 28 : 8 (IRVGU)
બીજુ હલવાન તમે સાંજે ચઢાવો, સવારના ખાદ્યાર્પણની માફક અને સાંજના પેયાર્પણની માફક તમે તે ચઢાવો. આ સુવાસિત હોમયજ્ઞ યહોવાહને માટે છે.
Numbers 28 : 9 (IRVGU)
“વિશ્રામવારને દિવસે તમારે ખોડખામી વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું.
Numbers 28 : 10 (IRVGU)
દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે.
Numbers 28 : 11 (IRVGU)
દરેક મહિનાના પ્રથમ દિવસે તમે યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખોડખામી વગરના બે વાછરડા, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચઢાવો.
Numbers 28 : 12 (IRVGU)
પ્રત્યેક બળદને સારુ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ ખાદ્યાર્પણ તરીકે અને એક ઘેટાંને સારુ બે દશાંશ એફાહ મેદાનો લોટ તેલથી મોહેલો ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
Numbers 28 : 13 (IRVGU)
અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાપર્ણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે.
Numbers 28 : 14 (IRVGU)
તેઓનાં પેયાર્પણ દરેક વાછરડા સાથે અડધો હિન, ઘેટાંની સાથે તૃતીયાંશ હિન અને હલવાન સાથે પા હિન દ્રાક્ષારસ હોય. વર્ષના પ્રત્યેક મહિનામાંના પ્રથમ દિવસનું આ દહનીયાર્પણ છે.
Numbers 28 : 15 (IRVGU)
એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમારે યહોવાહને ચઢાવવો. રોજના દહનીયાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનું આ અર્પણ છે.
Numbers 28 : 16 (IRVGU)
પહેલા મહિનાને ચૌદમા દિવસે યહોવાહનું પાસ્ખાપર્વ છે.
Numbers 28 : 17 (IRVGU)
આ મહિનાને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી.
Numbers 28 : 18 (IRVGU)
પ્રથમ દિવસે યહોવાહની સમક્ષ પવિત્ર સભા રાખવી. તે દિવસે રોજનું કામ કરવું નહિ.
Numbers 28 : 19 (IRVGU)
પણ તમારે યહોવાહને દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ ચઢાવવું. તમે બે વાછરડા, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખોડખામી વગરના સાત હલવાનો ચઢાવ.
Numbers 28 : 20 (IRVGU)
બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
Numbers 28 : 21 (IRVGU)
સાત હલવાનોમાંના દરેક હલવાન સાથે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તેલથી મોહેલો તમારે ચઢાવવો.
Numbers 28 : 22 (IRVGU)
તમારા પોતાના માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ તરીકે તમે એક બકરાનું અર્પણ કરો.
Numbers 28 : 23 (IRVGU)
સવારનું દહનીયાર્પણ કે જે નિયમિત દહનીયાર્પણ છે તે ઉપરાંત આ અર્પણો ચઢાવો.
Numbers 28 : 24 (IRVGU)
સાત દિવસ સુધી દરરોજ યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન તમે ચઢાવો. રોજના દહનીયાર્પણ તથા પેયાર્પણ તરીકે તે ચઢાવવામાં આવે.
Numbers 28 : 25 (IRVGU)
સાતમા દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા કરવી અને તે દિવસે રોજનું કામ કરવું નહિ.
Numbers 28 : 26 (IRVGU)
પ્રથમફળના દિવસે, એટલે જયારે અઠવાડિયાના પર્વમાં તમે યહોવાહને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે પ્રથમ દિવસે, તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી, તે દિવસે તમારે રોજનું કામ કરવું નહિ.
Numbers 28 : 27 (IRVGU)
તમે યહોવાહને સુવાસને સારુ દહનીયાપર્ણ ચઢાવો. એટલે તમારે બે વાછરડા, એક ઘેટો તથા એક વર્ષના સાત નર હલવાનો ચઢાવવાં.
Numbers 28 : 28 (IRVGU)
તેઓનું ખાદ્યાપર્ણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો.
Numbers 28 : 29 (IRVGU)
તેલથી મોહેલો એક દશાંશ એફાહ મેંદો સાત હલવાનોમાંના દરેકને ચઢાવવો.
Numbers 28 : 30 (IRVGU)
તમારા પોતાના પ્રાયશ્ચિતને માટે એક બકરો અર્પણ કરવો.
Numbers 28 : 31 (IRVGU)
રોજના દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત તમારે બલિદાન માટે ખામી વગરના પશુઓ ચઢાવવાં.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31