Numbers 2 : 1 (IRVGU)
[PS]યહોવાહ ફરીથી મૂસા તથા હારુનને કહ્યું કે,
Numbers 2 : 2 (IRVGU)
“ઇઝરાયલપુત્રોમાંનો દરેક પુરુષ પોતાના સૈન્યના જૂથનાં નિશાન સાથે પોતાની અલગ ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપ સામે બાજુ તેઓ છાવણી કરે. [PE]
Numbers 2 : 3 (IRVGU)
[PS]યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.
Numbers 2 : 4 (IRVGU)
યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 5 (IRVGU)
[PS]તેના પછી ઇસ્સાખારનું કુળ છાવણી કરે; સુઆરનો દીકરો નથાનિયેલ ઇસ્સાખારના દીકરાઓનો અધિપતિ થાય.
Numbers 2 : 6 (IRVGU)
તેના સૈન્યમાં એટલે તેમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ ચોપન હજાર ચારસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 7 (IRVGU)
Numbers 2 : 8 (IRVGU)
[PS]ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય. [PE]
Numbers 2 : 9 (IRVGU)
[PS]તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ સતાવન હજાર પુરુષો હતા. [PE]
Numbers 2 : 10 (IRVGU)
[PS]યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાના સૈન્યો મુજબ એક લાખ છયાસી હજાર ચારસો પુરુષો હતા. તેઓ છાવણીમાંથી પ્રથમ ચાલી નીકળે. [PE][PS]રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો મુજબ દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દીકરો અલીસૂર તે રુબેનના સૈન્યની આગેવાની કરે.
Numbers 2 : 11 (IRVGU)
રુબેનના સૈન્યમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 12 (IRVGU)
[PS]તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે અને સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ તે શિમયોનના સૈન્યનો અધિપતિ થાય.
Numbers 2 : 13 (IRVGU)
શિમયોનના સૈન્યમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 14 (IRVGU)
[PS]તે પછી ગાદનું કુળ. રેઉએલનો દીકરો એલ્યાસાફ તે ગાદના સૈન્યનો આગેવાન થાય.
Numbers 2 : 15 (IRVGU)
ગાદના સૈન્યમાં પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષો હતા. [PE]
Numbers 2 : 16 (IRVGU)
Numbers 2 : 17 (IRVGU)
[PS]રુબેનની છાવણી પાસે બધા સૈન્ય મળીને કુલ એક લાખ એકાવન હજાર ચારસો પચાસ પુરુષો છાવણી કરે. તેઓ છાવણીમાંથી બીજે ક્રમે કૂચ કરે. [PE]
Numbers 2 : 18 (IRVGU)
[PS]એ પછી, છાવણીઓની વચ્ચેની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ બહાર આવે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ પોતાની ધજા પાસે રહીને બહાર ચાલે. [PE][PS]એફ્રાઇમની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ પશ્ચિમ બાજુએ રહે. અને આમિહૂદનો દીકરો એલીશામા તે એફ્રાઇમના દીકરાઓનો આગેવાન થાય.
Numbers 2 : 19 (IRVGU)
એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 20 (IRVGU)
[PS]તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય.
Numbers 2 : 21 (IRVGU)
મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 22 (IRVGU)
[PS]તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય.
Numbers 2 : 23 (IRVGU)
મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 24 (IRVGU)
Numbers 2 : 25 (IRVGU)
[PS]એફ્રાઇમની છાવણીમાં જે બધાની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો મુજબ, એક લાખ આઠ હજાર એકસો હતા. તેઓ ત્રીજા ક્રમે કૂચ કરે. [PE][PS]દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.
Numbers 2 : 26 (IRVGU)
દાનના સૈન્યમાં બાસઠ હજાર સાતસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 27 (IRVGU)
[PS]તેની પાસે આશેરનું કુળ છાવણી કરે. અને ઓક્રાનનો દીકરો પાગિયેલ તેનો આગેવાન થાય.
Numbers 2 : 28 (IRVGU)
આશેરના સૈન્યમાં એકતાળીસ હજાર પાંચસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 29 (IRVGU)
[PS]તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય.
Numbers 2 : 30 (IRVGU)
નફતાલીના સૈન્યમાં ત્રેપન હજાર ચારસો પુરુષો હતા. [PE]
Numbers 2 : 31 (IRVGU)
Numbers 2 : 32 (IRVGU)
[PS]દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સતાવન હજાર છસો હતા. તેઓ પોતાની ધજા સાથે પાછળ ચાલી નીકળે. [PE][PS]મૂસા અને હારુને પોતાનાં પૂર્વજોનાં કુળો મુજબ ગણતરી કરી તેઓમાં ઇઝરાયલપુત્રોના સૈન્યમાં છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસ પુરુષો હતા.
Numbers 2 : 33 (IRVGU)
જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ. [PE]
Numbers 2 : 34 (IRVGU)
[PS]યહોવાહે મૂસાને જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે મુજબ ઇઝરાયલના લોકોએ કર્યું. તેઓએ પોતપોતાની ધજાઓ પાસે છાવણી કરી. અને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાના કુટુંબ સાથે પોતપોતાનાં ઘર પ્રમાણે કૂચ આરંભી. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34

BG:

Opacity:

Color:


Size:


Font: