ગણના 1 : 1 (IRVGU)
સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,
ગણના 1 : 2 (IRVGU)
“ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.
ગણના 1 : 3 (IRVGU)
જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.
ગણના 1 : 4 (IRVGU)
અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.
ગણના 1 : 5 (IRVGU)
તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.
ગણના 1 : 6 (IRVGU)
શિમયોનના કુળમાંથી સૂરિશાદ્દાયનો દીકરો શલુમિયેલ.
ગણના 1 : 7 (IRVGU)
યહૂદાના કુળમાંથી આમિનાદાબનો દીકરો નાહશોન.
ગણના 1 : 8 (IRVGU)
ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનિયેલ.
ગણના 1 : 9 (IRVGU)
ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
ગણના 1 : 10 (IRVGU)
યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમિહુદનો દીકરો એલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
ગણના 1 : 11 (IRVGU)
બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
ગણના 1 : 12 (IRVGU)
દાનનાં કુળમાંથી આમિશાદ્દાયનો દીકરો અહીએઝેર.
ગણના 1 : 13 (IRVGU)
આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.
ગણના 1 : 14 (IRVGU)
ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ.
ગણના 1 : 15 (IRVGU)
નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા.”
ગણના 1 : 16 (IRVGU)
ગણના 1 : 17 (IRVGU)
જે લોકોને પસંદ કરાયા તેઓ એ પુરુષો હતા. તેઓ તેમના પૂર્વજોના કુટુંબના અધિપતિઓ હતા. તેઓ ઇઝરાયલ કુળના આગેવાનો હતા. જે પુરુષોનાં નામ અહીં આપેલાં છે, તેઓને મૂસાએ અને હારુને લીધા.
ગણના 1 : 18 (IRVGU)
અને બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇઝરાયલના પુરુષોને એકત્ર કરી અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે અને તેઓના પિતૃઓનાં કુળ અનુસાર વીસ વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના સર્વ પુરુષોનાં નામની વંશાવળીની યાદી કરી સંભળાવી.
ગણના 1 : 19 (IRVGU)
જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના અરણ્યમાં તેઓની ગણતરી કરી.
ગણના 1 : 20 (IRVGU)
અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રુબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લશ્કરમાં જોડાવા શક્તિમાન હતા,
ગણના 1 : 21 (IRVGU)
તેઓની ગણતરી રુબેનના કુળમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.
ગણના 1 : 22 (IRVGU)
શિમયોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ. અને વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જોડાવા શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ માથાદીઠ ગણતરી થઈ.
ગણના 1 : 23 (IRVGU)
તેઓની ગણતરી શિમયોનના કુળમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષોની થઈ.
ગણના 1 : 24 (IRVGU)
ગાદના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ.
ગણના 1 : 25 (IRVGU)
તેઓની ગણતરી, ગાદના કુળમાં, પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષોની થઈ.
ગણના 1 : 26 (IRVGU)
યહૂદાના વંશમાં તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
ગણના 1 : 27 (IRVGU)
તેઓની ગણતરી યહૂદાના કુળમાં ચુંમોતેર હજાર છસો પુરુષોની થઈ.
ગણના 1 : 28 (IRVGU)
ઇસ્સાખારનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
ગણના 1 : 29 (IRVGU)
તેઓની ગણતરી ઇસ્સાખારના કુળમાં ચોપન હજાર ચારસો પુરુષોની થઈ.
ગણના 1 : 30 (IRVGU)
ઝબુલોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ
ગણના 1 : 31 (IRVGU)
તેઓની ગણતરી ઝબુલોનના કુળમાં સતાવન હજાર ચારસો પુરુષોની થઈ.
ગણના 1 : 32 (IRVGU)
યૂસફના દીકરાઓના એટલે એફ્રાઇમના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. તેઓનાં નામની સંખ્યા મુજબ
ગણના 1 : 33 (IRVGU)
તેઓની ગણતરી એફ્રાઇમના કુળમાં ચાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.
ગણના 1 : 34 (IRVGU)
મનશ્શાનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
ગણના 1 : 35 (IRVGU)
તેઓની ગણતરી મનાશ્શાના કુળમાં બત્રીસ હજાર બસો પુરુષોની થઈ.
ગણના 1 : 36 (IRVGU)
બિન્યામીનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ.
ગણના 1 : 37 (IRVGU)
તેઓની ગણતરી બિન્યામીનના કુળમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષોની થઈ.
ગણના 1 : 38 (IRVGU)
દાનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘરની સંખ્યા મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
ગણના 1 : 39 (IRVGU)
દાનના કુળની ગણતરી બાસઠ હજાર સાતસોની થઈ.
ગણના 1 : 40 (IRVGU)
આશેરના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
ગણના 1 : 41 (IRVGU)
તેઓની ગણતરી આશેરના કુળમાં, એક્તાળીસ હજાર પાંચસોની થઈ.
ગણના 1 : 42 (IRVGU)
નફતાલીનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ
ગણના 1 : 43 (IRVGU)
તેઓની ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ચારસોની થઈ.
ગણના 1 : 44 (IRVGU)
જેઓની ગણતરી મૂસા, હારુન તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ ઇઝરાયલના બાર કુળના અધિપતિ હતા.
ગણના 1 : 45 (IRVGU)
તેથી ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર મુજબ થઈ એટલે વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા.
ગણના 1 : 46 (IRVGU)
તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.
ગણના 1 : 47 (IRVGU)
પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ.
ગણના 1 : 48 (IRVGU)
કેમ કે યહોવાહે મૂસાને કહ્યું કે,
ગણના 1 : 49 (IRVGU)
'તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.'
ગણના 1 : 50 (IRVGU)
ગણના 1 : 51 (IRVGU)
તેના બદલામાં તું લેવીઓને કરારમંડપ પર તથા તેના બધા સામાન પર તથા તેને લગતી સઘળી બાબતો પર ઠરાવ; તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે અને મંડપની ચારે બાજુ છાવણી કરે. જ્યારે મંડપને બીજી જગ્યાએ લઈ જવાનો સમય થાય, ત્યારે લેવીઓએ તેને પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો થાય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને એ કુળ સિવાયનો કોઈ પુરુષ નજીક આવે તો તે માર્યો જાય.
ગણના 1 : 52 (IRVGU)
અને ઇઝરાયલપુત્રો, દરેક પુરુષ પોતપોતાની છાવણી પાસે અને દરેક પુરુષ પોતપોતાની ધજા પાસે પોતાનાં સૈન્ય પ્રમાણે પોતપોતાનો તંબુ ઊભો કરે.
ગણના 1 : 53 (IRVGU)
જો કે, લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી કે જેથી ઇઝરાયલના લોકો પર કંઈ કોપ ન આવે; અને લેવીઓ સાક્ષ્યોના મંડપની સંભાળ રાખે.
ગણના 1 : 54 (IRVGU)
ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54