ન હેમ્યા 7 : 1 (IRVGU)
જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.
ન હેમ્યા 7 : 2 (IRVGU)
મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.
ન હેમ્યા 7 : 3 (IRVGU)
અને મેં તેઓને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”
ન હેમ્યા 7 : 4 (IRVGU)
નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.
ન હેમ્યા 7 : 5 (IRVGU)
ન હેમ્યા 7 : 6 (IRVGU)
મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે, “બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
ન હેમ્યા 7 : 7 (IRVGU)
એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે.
ન હેમ્યા 7 : 8 (IRVGU)
પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,
ન હેમ્યા 7 : 9 (IRVGU)
શફાટયાના વંશજો ત્રણસો બોતેર,
ન હેમ્યા 7 : 10 (IRVGU)
આરાહના વંશજો છસો બાવન,
ન હેમ્યા 7 : 11 (IRVGU)
યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,
ન હેમ્યા 7 : 12 (IRVGU)
એલામના વંશજો એક હજાર બસો ચોપન,
ન હેમ્યા 7 : 13 (IRVGU)
ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,
ન હેમ્યા 7 : 14 (IRVGU)
ઝાકકાયના વંશજો સાતસો આઠ,
ન હેમ્યા 7 : 15 (IRVGU)
બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ,
ન હેમ્યા 7 : 16 (IRVGU)
બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,
ન હેમ્યા 7 : 17 (IRVGU)
આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,
ન હેમ્યા 7 : 18 (IRVGU)
અદોનિકામના વંશજો છસો સડસઠ,
ન હેમ્યા 7 : 19 (IRVGU)
બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
ન હેમ્યા 7 : 20 (IRVGU)
આદીનના વંશજો છસો પંચાવન,
ન હેમ્યા 7 : 21 (IRVGU)
હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,
ન હેમ્યા 7 : 22 (IRVGU)
હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ,
ન હેમ્યા 7 : 23 (IRVGU)
બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,
ન હેમ્યા 7 : 24 (IRVGU)
હારીફના વંશજો એકસો બાર,
ન હેમ્યા 7 : 25 (IRVGU)
ગિબયોનના વંશજો પંચાણું
ન હેમ્યા 7 : 26 (IRVGU)
બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી,
ન હેમ્યા 7 : 27 (IRVGU)
અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
ન હેમ્યા 7 : 28 (IRVGU)
બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
ન હેમ્યા 7 : 29 (IRVGU)
કિર્યાથ-યઆરીમના કફીરાના તથા બએરોથના વંશજો સાતસો તેંતાળીસ,
ન હેમ્યા 7 : 30 (IRVGU)
રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ,
ન હેમ્યા 7 : 31 (IRVGU)
મિખ્માસના વંશજો એકસો બાવીસ,
ન હેમ્યા 7 : 32 (IRVGU)
બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
ન હેમ્યા 7 : 33 (IRVGU)
નબોના વંશજો બાવન,
ન હેમ્યા 7 : 34 (IRVGU)
બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન,
ન હેમ્યા 7 : 35 (IRVGU)
હારીમના વંશજો ત્રણસો વીસ,
ન હેમ્યા 7 : 36 (IRVGU)
યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
ન હેમ્યા 7 : 37 (IRVGU)
લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
ન હેમ્યા 7 : 38 (IRVGU)
સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
ન હેમ્યા 7 : 39 (IRVGU)
યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
ન હેમ્યા 7 : 40 (IRVGU)
ઇમ્મેરના વંશજો એક હજાર બાવન,
ન હેમ્યા 7 : 41 (IRVGU)
પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,
ન હેમ્યા 7 : 42 (IRVGU)
હારીમના વંશજો એક હજાર સત્તર,
ન હેમ્યા 7 : 43 (IRVGU)
લેવીઓ: યેશૂઆના તથા કાદ્મીએલના વંશજો, હોદૈયાના વંશજોમાંના ચુંમોતેર.
ન હેમ્યા 7 : 44 (IRVGU)
ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.
ન હેમ્યા 7 : 45 (IRVGU)
દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કૂબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.
ન હેમ્યા 7 : 46 (IRVGU)
ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,
ન હેમ્યા 7 : 47 (IRVGU)
કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,
ન હેમ્યા 7 : 48 (IRVGU)
લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,
ન હેમ્યા 7 : 49 (IRVGU)
હાનાનના વંશજો, ગિદેલના વંશજો, ગાહારના વંશજો.
ન હેમ્યા 7 : 50 (IRVGU)
રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો,
ન હેમ્યા 7 : 51 (IRVGU)
ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો,
ન હેમ્યા 7 : 52 (IRVGU)
બેસાયના વંશજો, મેઉનીમના વંશજો, નફૂશશીમના વંશજો.
ન હેમ્યા 7 : 53 (IRVGU)
બાકબૂકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો,
ન હેમ્યા 7 : 54 (IRVGU)
બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,
ન હેમ્યા 7 : 55 (IRVGU)
કાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,
ન હેમ્યા 7 : 56 (IRVGU)
નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
ન હેમ્યા 7 : 57 (IRVGU)
સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
ન હેમ્યા 7 : 58 (IRVGU)
યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
ન હેમ્યા 7 : 59 (IRVGU)
શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
ન હેમ્યા 7 : 60 (IRVGU)
ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
ન હેમ્યા 7 : 61 (IRVGU)
તેલમેલા, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.
ન હેમ્યા 7 : 62 (IRVGU)
દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ.
ન હેમ્યા 7 : 63 (IRVGU)
યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. (બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.)
ન હેમ્યા 7 : 64 (IRVGU)
જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.
ન હેમ્યા 7 : 65 (IRVGU)
આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
ન હેમ્યા 7 : 66 (IRVGU)
સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
ન હેમ્યા 7 : 67 (IRVGU)
તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.
ન હેમ્યા 7 : 68 (IRVGU)
તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં,
ન હેમ્યા 7 : 69 (IRVGU)
તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
ન હેમ્યા 7 : 70 (IRVGU)
પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
ન હેમ્યા 7 : 71 (IRVGU)
પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં.
ન હેમ્યા 7 : 72 (IRVGU)
બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.
ન હેમ્યા 7 : 73 (IRVGU)
તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73