Nehemiah 12 : 1 (IRVGU)
જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના દીકરો ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓનાં નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા,
Nehemiah 12 : 2 (IRVGU)
અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ,
Nehemiah 12 : 7 (IRVGU)
સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશુઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઈઓમાંના મુખ્ય આગેવાનો હતા.
Nehemiah 12 : 8 (IRVGU)
લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદ્મીએલ, શેરેબ્યા, યહૂદા તથા માત્તાન્યા, તે તથા તેના ભાઈઓ ગાનારાઓના અધિકારી હતા.
Nehemiah 12 : 9 (IRVGU)
બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી ચોકી કરતા હતા.
Nehemiah 12 : 10 (IRVGU)
યેશૂઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલ્યાશીબનો પિતા, એલ્યાશીબ યોયાદાનો પિતા,
Nehemiah 12 : 11 (IRVGU)
યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો.
Nehemiah 12 : 12 (IRVGU)
યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા,
Nehemiah 12 : 13 (IRVGU)
એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,
Nehemiah 12 : 14 (IRVGU)
મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.
Nehemiah 12 : 15 (IRVGU)
હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,
Nehemiah 12 : 16 (IRVGU)
ઈદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
Nehemiah 12 : 17 (IRVGU)
અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
Nehemiah 12 : 18 (IRVGU)
બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યહોનાથાન,
Nehemiah 12 : 19 (IRVGU)
યોયારીબનો આગેવાન માત્તાનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,
Nehemiah 12 : 20 (IRVGU)
સાલ્લાયનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર,
Nehemiah 12 : 21 (IRVGU)
હિલ્કિયાનો આગેવાન હશાબ્યા, યદાયાનો આગેવાન નથાનએલ હતો.
Nehemiah 12 : 22 (IRVGU)
એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં એ લેવીઓની તેઓના કુટુંબોના વડીલો તરીકે નોંધણી કરવામાં આવી હતી. ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન યાજકોની પણ નોંધ પુસ્તકમાં કરવામાં આવી હતી.
Nehemiah 12 : 23 (IRVGU)
લેવીના વંશજો તેઓના પિતૃઓના કુટુંબોના વડીલોનાં નામ એલ્યાશીબના પુત્ર યોહાનાનના સમય સુધી કાળવૃત્તાંતોનાં પુસ્તકમાં નોંધવામાં આવ્યાં હતાં.
Nehemiah 12 : 24 (IRVGU)
લેવીઓના આગેવાનો આ પ્રમાણે હતા: હશાબ્યા, શેરેબ્યા તથા કાદ્મીએલનો પુત્ર યેશૂઆ તથા તેઓના ભાઈઓ સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના ક્રમે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તુતિ તથા આભારસ્તુતિ કરતા હતા.
Nehemiah 12 : 25 (IRVGU)
માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ તેઓ ભંડારોના દરવાજા પર ચોકી કરતા દ્વારપાળો હતા.
Nehemiah 12 : 26 (IRVGU)
તેઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમ જ પ્રશાસક નહેમ્યાના સમયમાં તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા.
Nehemiah 12 : 27 (IRVGU)
યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢ્યા કે તેઓને ઈશ્વરની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેમને યરુશાલેમમાં લાવે.
Nehemiah 12 : 28 (IRVGU)
ગાનારાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા.
Nehemiah 12 : 29 (IRVGU)
વળી તેઓ બેથ ગિલ્ગાલથી, ગેબાના અને આઝમા-વેથના ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગાનારાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.
Nehemiah 12 : 30 (IRVGU)
યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.
Nehemiah 12 : 32 (IRVGU)
પછી હું યહૂદિયાના આગેવાનોને કોટ પર લાવ્યો અને મેં આભારસ્તુતિ કરનારી બે ટુકડી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી. તેઓની પાછળ હોશાયા અને યહૂદાના અડધા આગેવાનો ,
Nehemiah 12 : 34 (IRVGU)
યહૂદા, બિન્યામીન, શમાયા, યમિર્યા,
Nehemiah 12 : 35 (IRVGU)
તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા. આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મીખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,
Nehemiah 12 : 36 (IRVGU)
અને તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો.
Nehemiah 12 : 37 (IRVGU)
કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપર બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા.
Nehemiah 12 : 38 (IRVGU)
આભારસ્તુતિ કરનારાઓની બીજી ટુકડી તેઓની ડાબી બાજુ તરફ ગઈ. હું બાકીના અડધા લોકો સાથે કોટ પર તેઓની પાછળ ચાલ્યો અને ભઠ્ઠીના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.
Nehemiah 12 : 39 (IRVGU)
અને ત્યાંથી એફ્રાઇમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાનએલના બુરજ અને હામ્મેઆહના બુરજ આગળ થઈને ઘેટાંનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા.
Nehemiah 12 : 40 (IRVGU)
પછી આભારસ્તુતિના ગાયકવૃંદની ટુકડી ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઊભી રહી. મેં તથા મારી સાથે અડધા અધિકારીઓએ પણ પોતાની જગ્યા લીધી.
Nehemiah 12 : 41 (IRVGU)
પછી યાજકોએ તેઓની જગ્યા લીધી: એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, આ યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા;
Nehemiah 12 : 42 (IRVGU)
માસેયા, શમાયા, એલાઝાર, ઉઝિઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર. ગાનારાઓ તેમને દોરનાર યિઝાહ્યાની સાથે ગાતા હતા.
Nehemiah 12 : 44 (IRVGU)
અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો. તે દિવસે ભંડારો, ઉચ્છાલીયાર્પણ, પ્રથમફળો તથા દશાંશોના ભંડારો ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા. જેથી તેઓ નગરોના ખેતરો પ્રમાણે યાજકોને તથા લેવીઓને સારુ નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે. કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો અને લેવીઓના લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.
Nehemiah 12 : 45 (IRVGU)
તેઓએ, ગાનારાઓએ તથા દ્વારપાળોએ પોતાના ઈશ્વરની સેવા કરી તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણની સેવા બજાવી.
Nehemiah 12 : 46 (IRVGU)
કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં આસાફ ગાયકોનો મુખ્ય આગેવાન હતો. વળી ઈશ્વરના સ્તવનના તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં.
Nehemiah 12 : 47 (IRVGU)
ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગાનારાઓના તથા દ્વારપાળો હિસ્સા તેઓને દરરોજની જરૂરિયાત પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓ માટે અલગ રાખતા હતા અને લેવીઓ હારુનના પુત્રો માટે અલગ હિસ્સો રાખતા હતા.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47