Nehemiah 11 : 1 (IRVGU)
લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.
Nehemiah 11 : 2 (IRVGU)
યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી. [PE][PS]
Nehemiah 11 : 3 (IRVGU)
પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.
Nehemiah 11 : 4 (IRVGU)
યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે. [PE][PS] યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલએલનો પુત્ર અને માહલાલએલ પેરેસના વંશજોમાંનો એક હતો. [PE][PS]
Nehemiah 11 : 5 (IRVGU)
અને માસેયા બારુખનો પુત્ર, બારુખ કોલ-હોઝેનો, કોલ-હોઝે હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો પુત્ર, ઝખાર્યા શીલોનીનો પુત્ર હતો.
Nehemiah 11 : 6 (IRVGU)
પેરેસના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા. [PE][PS]
Nehemiah 11 : 7 (IRVGU)
બિન્યામીનના વંશજો આ છે: સાલ્લૂ તે મશુલ્લામનો પુત્ર, મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, પદાયા કોલાયાનો, કોલાયા માસેયાનો, માસેયા ઇથીએલનો, ઇથીએલ યશાયાનો પુત્ર હતો.
Nehemiah 11 : 8 (IRVGU)
અને તેના પછી ગાબ્બાય અને સાલ્લાય, તેઓ નવસો અઠ્ઠાવીસ હતા.
Nehemiah 11 : 9 (IRVGU)
ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો. હાસ્સનૂઆનો પુત્ર યહૂદા એ નગરનો દ્વિતીય ક્રમનો અધિકારી હતો. [PE][PS]
Nehemiah 11 : 10 (IRVGU)
યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,
Nehemiah 11 : 11 (IRVGU)
સરાયા તે હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહિટૂબનો પુત્ર હતો. સરાયા ઈશ્વરના ભક્તિસ્થાનનો કારભારી હતો,
Nehemiah 11 : 12 (IRVGU)
અને તેઓના ભાઈઓ જેઓ ભક્તિસ્થાનનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા. માલ્કિયાના પુત્ર, પાશહૂરના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર, આમ્સીના પુત્ર, પલાલ્યાના પુત્ર, યહોરામનો પુત્ર, અદાયા, [PE][PS]
Nehemiah 11 : 13 (IRVGU)
તેના ભાઈઓ જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતા તેઓ બસો બેતાળીસ હતા. ઇમ્મેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારએલનો પુત્ર, અમાશસાય,
Nehemiah 11 : 14 (IRVGU)
અને તેઓના ભાઈઓ, એ પરાક્રમી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો અધિકારી હતો. [PE][PS]
Nehemiah 11 : 15 (IRVGU)
લેવીઓમાંના: બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝીકામના પુત્ર, હાશ્શૂબનો પુત્ર શમાયા,
Nehemiah 11 : 16 (IRVGU)
લેવીઓના આગેવાનોમાંના શાબ્બથાય તથા યોઝાબાદ ઈશ્વરના ભક્તિસ્થાનના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા.
Nehemiah 11 : 17 (IRVGU)
અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો. અને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
Nehemiah 11 : 18 (IRVGU)
પવિત્ર નગરમાં બધા મળીને બસો ચોર્યાસી લેવીઓ હતા. [PE][PS]
Nehemiah 11 : 19 (IRVGU)
દ્વારપાળો: આક્કૂબ, ટાલ્મોન તથા તેમના સગાંઓ, જે દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.
Nehemiah 11 : 20 (IRVGU)
બાકીના ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, યહૂદિયાનાં સર્વ નગરોમાં પોતપોતાના વતનોમાં રહ્યા.
Nehemiah 11 : 21 (IRVGU)
ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહ્યા અને સીહા તથા ગિશ્પા તેમના અધિકારી હતા. [PE][PS]
Nehemiah 11 : 22 (IRVGU)
યરુશાલેમના લેવીઓનો અધિકારી પણ, ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર, આસાફના વંશજોમાંના એટલે ગાનારોમાંના મીખાનો દીકરો માત્તાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝિઝ હતો.
Nehemiah 11 : 23 (IRVGU)
તેઓ વિષે રાજાની એવી આજ્ઞા હતી કે ગાનારાઓને દરરોજ જરૂરિયાત પ્રમાણે નિયુક્ત ભથ્થું આપવું.
Nehemiah 11 : 24 (IRVGU)
યહૂદાના દીકરો ઝેરાના વંશજોમાંના મશેઝાબએલનો દીકરો પથાહ્યા લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો. [PE][PS]
Nehemiah 11 : 25 (IRVGU)
ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના વંશજોમાંના કેટલાક કિર્યાથ-આર્બામાં તથા તેનાં ગામોમાં, દિબોનમાં તથા તેનાં ગામોમાં, યકાબ્સેલમાં તથા તેનાં ગામોમાં રહ્યા.
Nehemiah 11 : 26 (IRVGU)
અને યેશૂઆમાં, મોલાદામાં, બેથપેલેટમાં.
Nehemiah 11 : 27 (IRVGU)
હસાર-શુઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા. [PE][PS]
Nehemiah 11 : 28 (IRVGU)
તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં,
Nehemiah 11 : 29 (IRVGU)
એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,
Nehemiah 11 : 30 (IRVGU)
ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેર-શેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા. [PE][PS]
Nehemiah 11 : 31 (IRVGU)
બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, આયા, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા.
Nehemiah 11 : 32 (IRVGU)
તેઓ અનાથોથ, નોબ, અનાન્યા,
Nehemiah 11 : 33 (IRVGU)
હાસોર, રામા, ગિત્તાઈમ,
Nehemiah 11 : 34 (IRVGU)
હાદીદ, સબોઈમ, નબાલ્લાટ,
Nehemiah 11 : 35 (IRVGU)
લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.
Nehemiah 11 : 36 (IRVGU)
અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા. [PE]
❮
❯