Micah 1 : 1 (IRVGU)
Micah 1 : 2 (IRVGU)
યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના શાસન દરમ્યાન યહોવાહનું વચન મીખાહ મોરાશ્તી પાસે આવ્યું. અને જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે. હે સર્વ પ્રજાઓ, સાંભળો. પૃથ્વી તથા તે ઉપર જે છે તે સર્વ ધ્યાન દો. પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી, એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.
Micah 1 : 3 (IRVGU)
જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી આવે છે; તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલે છે.
Micah 1 : 4 (IRVGU)
તેમના પગ નીચે, પર્વતો મીણની જેમ ઓગળે છે, અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ, ખીણો ફાટી જાય છે.
Micah 1 : 5 (IRVGU)
આ બધાનું કારણ યાકૂબના અપરાધો છે, અને ઇઝરાયલના કુળના અપરાધોને લીધે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરુન નથી? અને યહૂદિયાનાં ઉચ્ચસ્થાન ક્યાં છે? શું તે યરુશાલેમ નથી?
Micah 1 : 6 (IRVGU)
“તેથી હું સમરુનને ખેતરના ઢગલા જેવું, અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું કરીશ. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ; અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ.
Micah 1 : 7 (IRVGU)
તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે, તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે. અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ. કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે. અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે.''
Micah 1 : 8 (IRVGU)
એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ; ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ, શિયાળવાંની જેમ રડીશ, અને શાહમૃગની જેમ કળકળીશ.
Micah 1 : 9 (IRVGU)
કેમ કે, તેના પ્રહાર રુઝવી શકાય એવું નથી કેમ કે યહૂદિયા સુધી ન્યાયચુકાદો આવ્યો છે, તે મારા લોકોના દરવાજા સુધી, છેક યરુશાલેમ સુધી આવી પહોંચ્યો છે.
Micah 1 : 10 (IRVGU)
ગાથમાં તે કહેશો નહિ; બિલકુલ વિલાપ કરશો નહિ; બેથ-લે-આફ્રાહમાં, તું ધૂળમાં આળોટ.
Micah 1 : 11 (IRVGU)
હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ત્ર તથા બદનામ થઈને તું ચાલ્યો જા, સાનાનના રહેવાસીઓ, પોતાના ઘરની બહાર નીકળતા નથી. બેથ-એસેલનો વિલાપ, તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.
Micah 1 : 12 (IRVGU)
કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે. કેમ કે, યહોવાહ તરફથી, યરુશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે.
Micah 1 : 13 (IRVGU)
હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો. સિયોનની દીકરી માટે પાપની શરૂઆત કરનાર તે હતી, અને તમારામાં ઇઝરાયલના અપરાધ મળ્યા હતા.
Micah 1 : 14 (IRVGU)
અને તેથી તું મોરેશેથ-ગાથને વિદાયની ભેટ આપશે. આખ્ઝીબના કુળો, ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે.
Micah 1 : 15 (IRVGU)
હે મારેશાના રહેવાસી, હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે, ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે.
Micah 1 : 16 (IRVGU)
તારાં પ્રિય સંતાનોને લીધે, તારા માથાના વાળ કપાવ, અને તારું માથું મૂંડાવ, અને ગીધની જેમ તારી ટાલ વધાર. કારણ, તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16