Matthew 28 : 1 (IRVGU)
ઈસુ સજીવન થયા વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.
Matthew 28 : 2 (IRVGU)
ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.
Matthew 28 : 3 (IRVGU)
તેનું રૂપ વીજળી જેવું, તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું.
Matthew 28 : 4 (IRVGU)
તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણતોલ થઈ ગયા.
Matthew 28 : 5 (IRVGU)
ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.
Matthew 28 : 6 (IRVGU)
જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે, તમે આવો, જ્યાં પ્રભુ સૂતા હતા તે જગ્યા જુઓ.
Matthew 28 : 7 (IRVGU)
વહેલા જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો; જુઓ મેં તમને કહ્યું છે.
Matthew 28 : 8 (IRVGU)
ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી.
Matthew 28 : 9 (IRVGU)
ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું કે, 'કુશળતા.' તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.
Matthew 28 : 10 (IRVGU)
ઈસુ તેઓને કહે છે, 'બીશો નહિ,' જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.
Matthew 28 : 11 (IRVGU)
યહૂદી આગેવાનોનું જૂઠાણું તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું.
Matthew 28 : 12 (IRVGU)
તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને
Matthew 28 : 13 (IRVGU)
સમજાવ્યું કે, તમે એમ કહો કે, 'અમે ઊંઘતા હતા એટલામાં તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.'
Matthew 28 : 14 (IRVGU)
જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.'
Matthew 28 : 15 (IRVGU)
પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું; એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલે છે.
Matthew 28 : 16 (IRVGU)
ઈસુ શિષ્યોને દર્શન આપે છે અને છેલ્લી આજ્ઞા આપે છે પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને *જવાનું કહ્યું હતું, ત્યાં ગયા.
Matthew 28 : 17 (IRVGU)
તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.
Matthew 28 : 18 (IRVGU)
ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, 'સ્વર્ગ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.'
Matthew 28 : 19 (IRVGU)
એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.
Matthew 28 : 20 (IRVGU)
મેં તમને જે જે આજ્ઞા આપી તે સર્વ પાળવાનું તેઓને શીખવવું; અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.'

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20