Matthew 27 : 1 (IRVGU)
ઈસુ પિલાતની સમક્ષ હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.
Matthew 27 : 2 (IRVGU)
પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.
Matthew 27 : 3 (IRVGU)
યહૂદાનો આપઘાત જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને;
Matthew 27 : 4 (IRVGU)
કહ્યું કે, 'નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.' ત્યારે તેઓએ કહ્યું કે, 'તેમાં અમારે શું? તે તું જાણે.'
Matthew 27 : 5 (IRVGU)
પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.
Matthew 27 : 6 (IRVGU)
મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.
Matthew 27 : 7 (IRVGU)
તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.
Matthew 27 : 8 (IRVGU)
તે માટે આજ સુધી તે ખેતર 'લોહીનું ખેતર' કહેવાય છે.
Matthew 27 : 9 (IRVGU)
ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, 'જેનું મૂલ્ય ઠરાવવાંમાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ ઠરાવ્યું તેના મૂલ્યના ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા;
Matthew 27 : 10 (IRVGU)
જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.'
Matthew 27 : 11 (IRVGU)
પિલાત ઈસુને પ્રશ્નો પૂછે છે અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કહ્યું કે, 'શું તું યહૂદીઓનો રાજા છે?' ઈસુએ તેને કહ્યું કે, 'તું પોતે કહે છે.'
Matthew 27 : 12 (IRVGU)
મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.
Matthew 27 : 13 (IRVGU)
ત્યારે પિલાતે તેમને કહ્યું કે, 'તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?'
Matthew 27 : 14 (IRVGU)
ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલ ઘણું આશ્ચર્ય પામ્યો.
Matthew 27 : 15 (IRVGU)
ઈસુને મૃત્યુની સજા હવે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેવાનો રાજ્યપાલનો રિવાજ હતો.
Matthew 27 : 16 (IRVGU)
તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.
Matthew 27 : 17 (IRVGU)
તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, 'હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?'
Matthew 27 : 18 (IRVGU)
કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇથી ઈસુને સોંપ્યો હતો.
Matthew 27 : 19 (IRVGU)
જયારે ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, 'તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.'
Matthew 27 : 20 (IRVGU)
હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.
Matthew 27 : 21 (IRVGU)
પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, 'તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?' તેઓને કહ્યું કે 'બરાબાસને.'
Matthew 27 : 22 (IRVGU)
પિલાતે તેઓને કહ્યું છે કે, 'તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?' સઘળાંએ તેને કહ્યું કે, 'ઈસુને વધસ્તંભે જડાવો.'
Matthew 27 : 23 (IRVGU)
ત્યારે તેણે કહ્યું, 'શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?' પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ઈસુને વધસ્તંભે જડાવો.
Matthew 27 : 24 (IRVGU)
જયારે પિલાતે જોયું કે મારું કંઈ ચાલતું નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, 'એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; તે તમે પોતે જાણો.'
Matthew 27 : 25 (IRVGU)
ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, 'એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.'
Matthew 27 : 26 (IRVGU)
ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.
Matthew 27 : 27 (IRVGU)
સિપાઈઓ ઈસુની મશ્કરી કરે છે ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી.
Matthew 27 : 28 (IRVGU)
પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો.
Matthew 27 : 29 (IRVGU)
કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, 'હે યહૂદીઓના રાજા, સલામ.'
Matthew 27 : 30 (IRVGU)
પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી.
Matthew 27 : 31 (IRVGU)
તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.
Matthew 27 : 32 (IRVGU)
ઈસુને ક્રૂસે જડ્યાં તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.
Matthew 27 : 33 (IRVGU)
તેઓ ગલગથા એટલે કે, 'ખોપરીની જગા' કહેવાય છે, ત્યાં પહોંચ્યા.
Matthew 27 : 34 (IRVGU)
તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.
Matthew 27 : 35 (IRVGU)
ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;
Matthew 27 : 36 (IRVGU)
અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.
Matthew 27 : 37 (IRVGU)
'ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.' એવું તેમના વિરુધ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.
Matthew 27 : 38 (IRVGU)
તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
Matthew 27 : 39 (IRVGU)
પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં
Matthew 27 : 40 (IRVGU)
કહ્યું કે, 'અરે ભક્તિસ્થાનને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.'
Matthew 27 : 41 (IRVGU)
તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,
Matthew 27 : 42 (IRVGU)
'તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.
Matthew 27 : 43 (IRVGU)
તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, 'હું ઈશ્વરનો દીકરો છું.'
Matthew 27 : 44 (IRVGU)
જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.
Matthew 27 : 45 (IRVGU)
ઈસુનું મૃત્યુ બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.
Matthew 27 : 46 (IRVGU)
આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, 'એલી, એલી, લમા શબકથની,' એટલે, 'ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?'
Matthew 27 : 47 (IRVGU)
જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાક તે સાંભળીને કહ્યું કે, 'તે એલિયાને બોલાવે છે.'
Matthew 27 : 48 (IRVGU)
તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.
Matthew 27 : 49 (IRVGU)
પણ બીજાઓએ કહ્યું કે, 'રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.'
Matthew 27 : 50 (IRVGU)
પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
Matthew 27 : 51 (IRVGU)
ત્યારે જુઓ, ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, ખડકો ફાટ્યા,
Matthew 27 : 52 (IRVGU)
કબરો ઊઘડી ગઈ અને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઊઠ્યાં.
Matthew 27 : 53 (IRVGU)
અને ઈસુના મરણોત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.
Matthew 27 : 54 (IRVGU)
ત્યારે સૂબેદાર તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, 'ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.'
Matthew 27 : 55 (IRVGU)
ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.
Matthew 27 : 56 (IRVGU)
તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.
Matthew 27 : 57 (IRVGU)
ઈસુનું દફન સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો,
Matthew 27 : 58 (IRVGU)
તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.
Matthew 27 : 59 (IRVGU)
પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું.
Matthew 27 : 60 (IRVGU)
અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકયો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
Matthew 27 : 61 (IRVGU)
મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.
Matthew 27 : 62 (IRVGU)
કબરની ચોકી સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને
Matthew 27 : 63 (IRVGU)
કહ્યું કે, 'સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે, 'ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.'
Matthew 27 : 64 (IRVGU)
માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે ઉત્થાન પામ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે.'
Matthew 27 : 65 (IRVGU)
ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, 'આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બને તેવી તેની ચોકી રખાવો.'
Matthew 27 : 66 (IRVGU)
તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.'

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66